કોરોના રાજકોટ LIVE:આજે બપોર સુધીમાં 0 કેસ, બે દિવસ બંધ રહ્યાં બાદ આજે ફરી વેક્સિનેશનની કામગીરી

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેરમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 42824 પર પહોંચી

રાજકોટમાં કોરોના વાયરસ એકદદમ ધીમો પડી ગયો છે. આજે બપોર સુધીમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. અઠવાડિયામાં માંડ બેથી ત્રણ કેસ નોંધાય રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 42824 પર પહોંચી છે. શનિવારે ગાંધી જયંતી નિમિત્ત બંધ રહેલી વેક્સિનેશનની કામગીરી રવિવારે પણ બંધ રહી હતી. બે દિવસની રજા બાદ આજે ફરી વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં 32 સેશન સાઈટ પર કોવિશીલ્ડ અને 2 સાઈટ પર કોવેક્સિન રસી આપવામાં આવી રહી છે. રાજકોટ શહેરમાં આજે બપોરે 1 વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 18થી મોટી ઉંમરના કુલ 6046 નાગરિકોએ રસી લીધી હતી.

ત્રણ સેશન સાઈટ પર કોવિશીલ્ડનો બીજો ડોઝ અપાશે
રાજકોટ શહેરમાં ચાલી રહેલી વેક્સિનેશનની કામગીરી અંતર્ગત આજે શહેરમાં 29 સેસન સાઈટ પર કોવિશીલ્ડ રસી આપવામાં આવશે. તેમજ 2 સેશન સાઈટ પર કોવેક્સિન રસીનો માત્ર બીજો ડોઝ આપવામાં આવશે. જે નાગરિકોએ કોવેક્સિન રસી લીધાના 28 દિવસ થઇ ગયા હોય તેવા નાગરિકો કોવેક્સિન રસીનો બીજો ડોઝ લઇ શકશે. તેમજ જે નાગરિકોએ કોવિશીલ્ડ રસી લીધાના 84 દિવસ થઇ ગયા હોય તેવા નાગરિકો કોવિશીલ્ડ રસીનો બીજો ડોઝ લઇ શકશે.

29 સેશન સાઈટ ખાતે કોવિશીલ્ડ રસી આપવામાં આવશે
1) સિવિલ હોસ્પિટલ
2) પદ્મકુંવરબા હોસ્પિટલ
3) શ્યામનગર આરોગ્ય કેન્દ્ર
4) ચાણક્ય સ્કૂલ– ગીત ગુર્જરી સોસાયટી
5) નંદનવન આરોગ્ય કેન્દ્ર
6) નાનામવા આરોગ્ય કેન્દ્ર
7) મવડી આરોગ્ય કેન્દ્ર
8) આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર
9) શાળા નં.28, વિજય પ્લોટ
10) સિટી સિવિક સેન્ટર– અમીન માર્ગ
11) સદર આરોગ્ય કેન્દ્ર
12) અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર
13) રામનાથપરા આરોગ્ય કેન્દ્ર
14) ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર
15) કાંતિભાઈ વૈદ્ય હોલ, હુડકો
16) શાળા નં.20 બી, નારાયણનગર
17) જંક્શન આરોગ્ય કેન્દ્ર
18) માધાપર આરોગ્ય કેન્દ્ર
19) રેલ્વે હોસ્પિટલ
20) મોરબી રોડ, કોમ્યુનીટી હોલ
21) ભગવતી પરા આરોગ્ય કેન્દ્ર
22) આદિત્ય સ્કૂલ– 32 (IMA આરોગ્ય કેન્દ્ર)
23) કબીરવન આરોગ્ય કેન્દ્ર
24) રામપાર્ક આરોગ્ય કેન્દ્ર
25) શ્રી ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર
26) પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર
27) કોઠારીયા આરોગ્ય કેન્દ્ર
28) તાલુકા શાળા (BRC)ભવન
29) મોટા મવા ગ્રામ પંચાયત

2 સેશન સાઈટ પર કોવેક્સિન રસીનો બીજો ડોઝ એપાશ
1) માયાણી આવાસ ક્વાર્ટર આંગણવાડી, નાનામવા રોડ
2) શાળા નં.49 બી, બાબરીયા કોલોની, અયોધ્યા ચોક

3 સાઈટ પર કોવિશીલ્ડ રસીનો બીજો ડોઝ અપાશે
1) વેસ્ટ ઝોન ઓફિસ હોલ
2) ઇસ્ટ ઝોન ઓફિસ હોલ
3) મેસોનિક હોલ, ભૂતખાના ચોક

અન્ય સમાચારો પણ છે...