તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘમહેર:એક દિવસના વિરામ બાદ ગોંડલમાં આજે સવારે ધીમીધારે વરસાદ, રાજકોટમાં ઝરમર, રસ્તા ભીના થયા

ગોંડલએક મહિનો પહેલા
ગોંડલમાં ધીમીધારે વરસાદ.
  • કોલેજ ચોક, કપુરીયા ચોક, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં વરસાદ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે સવારથી જ આકાશ ખુલ્લું જોવા મળી રહ્યું છે. સવારથી જ સૂર્યનારાયણે દેખા દીધા છે. પરંતુ ગોંડલમાં સવારથી જ વાતાવરણ ગોરંભાયેલું જોવા મળી રહ્યું છે. ગોંડલમાં સવારે કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયું હતું. બાદમાં ધીમીધારે વરસાદ શરૂ થતા શહેરના રસ્તાઓ પર પાણી વહેતા થઇ ગયા હતા. વરસાદને કારણે વાતારવરણ ઠંડક પ્રસરી ગઇ છે. રાજકોટ શહેરમાં પણ ઝરમર વરસાદ વરસતા રસ્તાઓ ભીના થયા છે.

ગોંડલના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ
ગોંડલના કોલેજ ચોક, કપુરીયા ચોક, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. ગઇકાલે ગોંડલમાં એક દિવસ મેઘરાજાએ વિરામ લીધો હતો. પરંતુ આજ સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે અને ધીમીધારે વરસાદ વરસ્યો હતો. ખેડૂતોમાં પણ હજી ધોધમાર વરસાદની આશા બંધાઇ છે.

ગોંડલમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ.
ગોંડલમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ.

બુધવારે ગોંડલમાં 4 ઇંચ વરસાદ પડ્યો હતો
બુધવારે ગોંડલમાં ધોધમાર 4 ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. શહેરના ઉમવાડા અંડરબ્રિજમાં કાર ફસાઇ હતી. તેમજ ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાયા હતા. તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદથી નદી-નાળા છલકી ગયા હતા. ભારે વરસાદથી કપાસ, મગફળી, એરંડા, મગ, અડદ, મકાઇ સહિતના પાકને નવું જીવનદાન મળ્યું છે.

સાઇક્લોનિક સર્ક્યુલેશન સૌરાષ્ટ્ર પર
રાજકોટમાં બુધવારે 41 મીમી વરસાદ થયા બાદ ગુરુવારે વરસાદી ઝાપટાં ચાલુ રહ્યા હતા. હવામાન ખાતાના જણાવ્યા મુજબ બુધવારે સાઇક્લોનિક સર્ક્યુલેશન જે દક્ષિણ ગુજરાતમાં હતું તે ગુરુવારે સૌરાષ્ટ્રમાં શિફ્ટ થયું હતું. જેની અસરના ભાગરૂપે ગુરુવારે રાત્રિથી આજે શુક્રવારે સાંજ સુધી વરસાદ પડશે. જ્યારે દરિયાકાંઠાના નજીકના એક-બે વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર પર રહેલું સાઇક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધીને નબળું પડી જશે.