તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીના ચમકારા ઓફ ધ રેકર્ડ:દિલ્હીના ડેપ્યુટી સીએમને કોણ મળે છે, પોલીસે ધ્યાન રાખ્યું, મીડિયાને જોઇને નેતાએ અધિકારી સામે રોફ જમાવ્યો

રાજકોટ21 દિવસ પહેલા
 • કૉપી લિંક

ચૂંટણીમાં દાવપેચ ખેલાતા હોય છે, કોઈ પડદા પાછળ અને કોઈ ચૂપ રહીને પાસા બદલી નાખતા હોય છે. ત્યારે કોણ કોને મળે છે તેનું નેતાઓ ખાસ ધ્યાન રાખતા હોય છે. દિલ્હીના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર મનીષ સિસોદિયા રવિવારે રાજકોટમાં હતા, તેમણે આપના કાર્યકર્તાઓ સાથે મિટિંગ કરી હતી અને રોડ શો પણ યોજવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટી પ્રથમ વખત રાજકોટ મનપાની ચૂંટણી લડી રહી હોય શહેરમાં તેના કેટલા કાર્યકરો છે, કઇ કઇ જ્ઞાતિ સમાજના આગેવાનો તેની સાથે જોડાયેલા છે, કેટલા વેપારી સંગઠનોનું તેને સમર્થન છે એ જાણવા માટે ચોક્કસ પક્ષના નેતાએ પોલીસને આ જવાબદારી સોંપી હતી. મનીષ સિસોદિયાને મળવા કોણ કોણ આવ્યું હતું સહિતની વિગતોની પોલીસ દ્વારા ગુપ્ત રીતે નોંધ કરવામાં આવી હતી.

મીડિયાને જોઇને નેતાએ અધિકારી સામે રોફ જમાવ્યો
કોંગ્રેસના ​​​​​​​ઉમેદવારોના ફોર્મમાં ભૂલ હોવાની રાવ સાથે ભાજપના આગેવાનો જામનગર રોડ પર સિટી સરવેની ઓફિસમાં ધસી ગયા હતા, તેમની સાથે મીડિયાના પ્રતિનિધિઓ પણ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. એક આગેવાને તો કચેરીના અધિકારીને ધમકાવવાનું શરૂ કર્યું હતું અને તે દૃશ્યો સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા, વિસેક મિનિટની ધમાલ બાદ મીડિયાના પ્રતિનિધિઓ ત્યાંથી રવાના થઇ ગયા હતા. જે નેતાએ કચેરીના અધિકારી પર રોફ જમાવ્યો હતો તે જ નેતા મીડિયા પ્રતિનિધિના રવાના થયા બાદ અધિકારી સાથે દૂર દૂરના સંબંધો કાઢવા લાગ્યા હતા. નેતાનો રોફ માત્ર કવરેજ મેળવવા પૂરતો જ હતો તેવું કચેરીના સ્ટાફમાં ચર્ચાવા લાગ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો