ગુજરાતમાં કોરોના વિસ્ફોટ થઇ રહ્યો છે. બીજી લહેરની શરૂઆતની સમકક્ષ અત્યારે કોરોના કેસમાં ઉછાળો થતા ફરી તંત્ર દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ ખુદ સત્તાધીશો જ તેનું પાલન ન કરતા હોય તેવો દ્રશ્યો સામેં આવી રહ્યા છે, જ્યાં આજે રાજકોટ મનપા કચેરી ખાતે ડે. મેયર દર્શિતા શાહની કારની અંદર 7 મહિલાઓ મુસાફરી કરતી હોવાનો વિડીયો વાઇરલ થઈ રહ્યો છે. જેમાં ખુદ ડે.મેયર જ સોશિયલ ડિસ્ટન્સનો કર્યો ભંગ કરતા નજરે ચડે છે.
રાજકોટ પોલીસ ડે.મેયર સામે કોઈ કાર્યવાહી કરશે કે નહીં
ઉલ્લેખનીય છે કે કોરોનાના વધતા કેસને પગલે જો કારમાં 4થી વધુ વ્યક્તિઓ સવાર હોય તો રાજકોટ પોલીસ વાહન ડિટેઇન કરે છે, શું ડે. મેયર સામે કોઈ કાર્યવાહી કરશે કે નહીં તેવું ચર્ચાઈ રહ્યું છે. રાજકોટમાં છેલ્લા એક સપ્તાહથી કેસમાં થતો ઉછાળો ભયજનક સ્થિતિનું નિર્માણ કરી રહ્યો છે. ત્યારે રાજકોટમાં 8મીને શનિવારે જાહેર થયેલા કેસમાં શહેરમાં 166 અને ગ્રામ્યમાં કેસના વધારા સાથે 91 પોઝિટિવ કેસ નોંધાયા હતા.
અત્યારે એક પણ કેસ ઓમિક્રોન પોઝિટિવ નથી
8મીને શનિવારે મારવાડી યુનિવર્સિટીની 23 વર્ષીય વિદ્યાર્થિની કોરોના સંક્રમિત થતા સેમ્પલ જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવતા ઓમિક્રોન વેરિયન્ટ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ તા.9ને રવિવારે ફરી ટેસ્ટ કરતા ઓમિક્રોન નેગેટિવ થતા રાજકોટમાં અત્યારે એક પણ કેસ ઓમિક્રોન પોઝિટિવ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.