આરોગ્યના દરોડા:રાજકોટમાં મંગળા મેઈન રોડ પર લૂઝ શુધ્ધ ઘીમાં ખતરનાક તેલની ભેળસેળ ખૂલી, 31 ધંધાથીને ત્યાં ચેકીંગ 41 કિલો અખાદ્ય ખોરાકનો નાશ

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચકાસણી દરમ્યાન 11 પેઢીને લાયસન્સ અને હાઇજીન બાબતે નોટીસ ફટકારવામાં આવી

રાજકોટમાં મનપાની ફૂડ શાખા દ્વારા ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં મંગળા મેઈન રોડ પર વેંચતા ભેસના શુધ્ધ ઘી(લૂઝ)માં ખતરનાક તેલની ભેળસેળ ખૂલી છે. આ ઉપરાંત કેકેવી ચોકથી મવડી ચોકડી વિસ્તારમાં 31 ધંધાથીને ત્યાં ચેકીંગ દરમિયાન 41 કિલો અખાદ્ય ખોરાક મળી આવતા તેનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો છે.

રીંગણાના શાકનો નમૂનો લેવાયો
મંગળા મેઇન રોડ પર મનહરપ્લોટ-6 કોર્નર પર મેસર્સ પોપટ મહેન્દ્રભાઇ જમનાદાસમાંથી ભેંસના શુદ્વ લૂઝનો ઘીનો નમૂનો લેવામાં આવ્યો હતો. પરિક્ષણ દરમિયાન તેમાં વેજીટેબલ ઓઇલ અને ફોરેન ફેટની હાજરી મળી આવતા નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો છે. આજે મવડી ચોકડી પાસે ગિરિરાજ રેસ્ટોરન્ટમાંથી લૂઝ ચોળીની સબ્જી અને રાધિકા રેસ્ટોરન્ટમાંથી ભરેલા રીંગણાના શાકનો નમૂનો લઇ પરિક્ષણ અર્થે મોકવામાં આવ્યો છે.

31 ખાણીપીણીની દુકાનોમાં ચેકીંગ કરવામાં આવ્યું
આજે અલગ-અલગ 31 ખાણીપીણીની દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત 11 વેપારીઓને ફૂડ લાયસન્સ અને અનહાયજેનીંગ ક્ધડીશન અંગે નોટીસ ફટકારવામાં આવી છે. 41 કિલો અખાદ્ય વાસી ખોરાક અને બેવરેજીસનો નાશ કરવામાં આવ્યો હતો. જેમાં ગુડી સ્ટીમ ઢોકળામાંથી 2 કિલો વાસી ઢોકળા, ઘૂઘરાનો નાશ તથા લાયસન્સ બાબતે નોટીસ, ગિરિરાજ રેસ્ટોરેંટમાંથી 14 કિલો વાસી અખાદ્ય નુડલ્સ, પ્રિપેડ ફૂડ, ચટણી, સબ્જી, રાઈસ, તથા 15 કિલો વાસી ફૂગવાળી બગડેલી ડુંગળી તથા હાયજીન બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી.

આ સ્થળો પર લાયસન્સ બાબતે નોટીસ ફટકારવામાં આવી
આ ઉપરાંત મોસ્કો પીઝામાંથી 8 કિલો વાસી બાફેલા બટેટા, મેક્રોની-પાસ્તા નાશ તથા હાયજીન બાબતે નોટિસ ,આઇ ખોડલ ડીલક્ષ પાન એન્ડ કોલડ્રિંકસમાંથી 2.5 લિટર એક્સપાયરી થયેલઉં ઠંડુ પીણું મળતા તેનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. અને પી પટેલ પાન, જય સેલ્સ, પટેલ પાન એન્ડ કોલડ્રિંકસ - લાયસન્સ બાબતે નોટીસ, જે.કે પાન એન્ડ કોલડ્રિંકસ, ક્રિષ્ના હોટેલ, તિરૂપતિ સેલ્સ, શ્રધ્ધા મેડિકલ અને પંચમુખી મેડિકલને લાયસન્સ બાબતે નોટીસ ફટકારવામાં આવી

અન્ય સમાચારો પણ છે...