તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:ગ્રંથપાલની ખાલી જગ્યા નહીં ભરાતા 17મીએ ગાંધીનગરમાં દંડવત રેલી

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

શાળા, કોલેજ, યુનિવર્સિટી અને જાહેર ગ્રંથાલયોમાં ગ્રંથપાલની ખાલી પડેલ જગ્યા છેલ્લા 23 વર્ષથી ‘ન’ ભરતા હોવાથી ગ્રંથપાલ બેરોજગાર મંચ દ્વારા વિશ્વ બેરોજગાર દિવસ નિમિત્તે તારીખ 17મી સપ્ટેમ્બરને શુક્રવારે ગાંધીનગર અને ગુજરાતના બધા જ જિલ્લા, તાલુકા અને ગામના રામ ભગવાનના મંદિર સામે કાળા પોસ્ટર સાથે શાંતિપૂર્વક વિરોધ નોંધાવશે. આ ઉપરાંત ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરથી નવા સચિવાલય સુધી દંડવત રેલી (સુતા સુતા ) મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને ‘મહિલા ગ્રંથપાલો’ દ્વારા આવેદનપત્ર આપશે.

ગુજરાતનાં બેરોજગાર ગ્રંથપાલો ગાંધીનગરમાં શુક્રવારે 11.15 કલાકે મહાત્મા મંદિરથી નવા સચિવાલય શાંતિપૂર્વક ગુજરાતની અતિ સંવેદનશીલ સરકારને આવેદન આપવા માટે રેલી કરશે, બેનરો સાથે 2 હજાર જેટલા ગ્રંથપાલ જોડાશે. ગ્રંથપાલ બેરોજગાર મંચ દ્વારા જણાવાયું કે, ગુજરાતની અનુદાનિત કોલેજમાં ગ્રંથપાલની 357માંથી 260 જગ્યા ખાલી છે, સરકારી કોલેજમાં 115 માંથી 57 જગ્યા ખાલી છે, શાળા ગ્રંથાલયોમાં 5600 જગ્યા ખાલી છે, 28 સ્ટેટ યુનિવર્સિટીમાંથી માત્ર 2 બેજ યુનિ.માં ગ્રંથપાલ છે બાકી 26માં આસિસ્ટન્ટ, હંગામી ધોરણે ચલાવે છે.

અન્ય સમાચારો પણ છે...