તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૃષિ:રોજની આવક 2 લાખ કિલો થતા ટમેટાં15 રૂપિયે કિલો

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કાળાબજારિયાઓ માલ સંગ્રહ કરવાનું ટાળે છે
 • મજૂરો હોળી મનાવવા ચાલ્યા જતા ડુંગળીની આવક ઘટી : રોજ 3 લાખ કિલો ઠલવાઇ છે

ગરમીમાં ટમેટાંની આયુષ્ય 24 કલાક જ રહેવા લાગી છે. માલ બગડી ન જાય તે માટે કાળાબજારિયાંઓ માલનો સંગ્રહ કરવાનું ટાળી રહ્યા છે. જેને કારણે હાલ આવક ડબલ થઇ છે. યાર્ડમાં રોજ 2 લાખ કિલો ટમેટાંની આવક થતા કિલોનો ભાવ રૂ.15 થયા છે. આ સિવાય હાલ મજૂરો વતનમાં હોળી મનાવવા માટે જઈ રહ્યા છે તેથી ખેતરમાં કામ કરવાવાળુ કોઈ નહીં હોવાથી ડુંગળીની આવક ઘટી ગઈ છે. રોજ માત્ર 3 લાખ કિલો જ ડુંગળીની આવક થઇ રહી છે.

શાકભાજી વિભાગના સેક્રેટરીના જણાવ્યાનુસાર હાલ ટમેટાંની જે આવક છે તે છેલ્લા ફાલની આવક છે. અત્યારે યાર્ડમાં જે ટમેટાં ઠલવાઇ છે તે મહારાષ્ટ્રના નાસિક અને ગુજરાત તરફથી આવે છે. એપ્રિલ મહિના સુધી રાજ્ય બહારની આવક રહેશે. ત્યારબાદ સ્થાનિક આવક ચાલુ થશે અને ભાવમાં ફેરફાર આવશે. જોકે યાર્ડમાં રૂ. 5 થી 7ના કિલો લેખે વેચાઈ રહ્યા છે.

ટમેટાંની સાથે બજારમાં બટેટા પણ મોટા જથ્થામાં ઠલવાઈ રહ્યા છે. જેને કારણે તેનો ભાવ પણ કિલોનો રૂ.10 નો થયો છે. જ્યારે ઘીસોડા, ગુવાર અને કારેલા વગેરેની આવક અન્ય રાજ્યોમાંથી થઇ રહી છે તેથી તેના ભાવમાં વધારો છે. જેમ જેમ ઉનાળો જામશે તેમ શાકભાજીના ભાવમાં વધારો થશે તેમ વેપારીઓ જણાવી રહ્યા છે. બીજી તરફ રાત્રી કર્ફ્યૂને કારણે હોટેલ અને રેસ્ટોરન્ટ રાત્રિના 10.00 કલાકે જ બંધ થઇ જતાં હોવાથી ખાણીપીણીના ધંધાર્થીઓ તરફથી શાકભાજીની ખરીદી ઓછી થઈ રહી છે.

તરબૂચની અન્ય રાજ્યમાંથી આવક
ઉનાળો શરૂ થતાં જ બજારમાં રસદાર ફળોની આવક મોટા પ્રમાણમાં થઇ રહી છે. જેમાં ગુરુવારે તરબૂચ 14 હજાર કિલો ઠલવાયા હતા. જેનો ભાવ રૂ.5 થી 15 સુધીનો બોલાયો હતો. હાલ અત્યારે જે તરબૂચ આવી રહ્યા છે તે રાયપુર, કર્ણાટકના બેંગ્લોરથી આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો