તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Daily 300 To 350 Cases Of Kidney After Corona, 90 To 95% Of Patients Can Recover, 5 To 10% Of Patients Undergo Temporary Dialysis.

દવાની આડઅસર:કોરોના બાદ કિડનીના દૈનિક 300થી 350 કેસ; 90થી 95% દર્દી રિકવર થઈ શકે, 5થી 10% દર્દીને કરાવું પડે છે ટેમ્પરરી ડાયાલિસિસ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
  • હાઇપર ઈમ્યુનને કંટ્રોલ કરવા માટે વપરાતી દવાઓની આડઅસર

કોરોના બાદ કિડનીના કેસમાં વધારો થયો છે. રાજકોટમાં અત્યારે એક દિવસમાં કિડનીના 300થી 350 કેસ નોંધાઈ રહ્યા છે, જેમાંથી 90થી 95% દર્દી રિકવર થઈ શકે છે. કોરોના પહેલાં 175થી 200 કેસ નોંધાતા હતા. પેઇનકિલર તેમજ હાઇપર ઈમ્યુનને કંટ્રોલ કરવા વપરાતી દવાને કારણે કિડની પર સોજો આવે છે.

હાલમાં રાજકોટમાં રોજના 300થી 350 કેસ કિડનીના વધી રહ્યા છે, જેની પાછળનું કારણ અનકંટ્રોલ ડાયાબિટીસ અને અનકંટ્રોલ હાઇપરટેન્શન છે. કોરોનામાં રેમડેસિવિર ઈન્જેક્શન અને મ્યુકરમાઈકોસિસમાં એમ્ફોટેરેસિન-બી ઈન્જેક્શન આપવામાં આવે છે, જેની સીધી અસર કિડની પર પડે છે અને એ અમુક ટકા કામ કરતી બંધ થઈ જાય છે. કિડની કામ કરતી બંધ થતાં ઘણા સમયે દર્દીએ જીવ ગુમાવવાનો વારો આવે છે. કિડનીના લેવલની વાત કરીએ તો પુરુષમાં 1થી 1.3 MGDL હોવી જોઈએ તેમજ સ્ત્રીમાં 0.7 થી 1 MGDL હોવી જોઈએ.

હાઈડોઝ દવાને કારણે કિડનીનું ક્રિએટિંગ લેવલ વધી જાય છે. ઘણા કેસમાં 2.5 થી 3.5 MGDL એટલે કે કિડની પર 60થી 70 % ડેમેજ થાય છે. તેનો મતલબ છે કે કિડની 60થી 70 ટકા કામ કરતી બંધ થઈ જાય છે. આવા કેટલાક કેસમાં દર્દીએ જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. કોરોના પહેલાં કિડની બગડવાને કારણે 5થી 10% દર્દીનાં મૃત્યુ થતાં હતાં, જે કોરોના બાદ કેસમાં વધારો થતાં 15થી 20% થયા છે. કેટલાક કેસમાં દર્દીનો જીવ બચી જતો હોય છે ત્યારે ટેમ્પરરી ડાયાલિસિસ કરવામાં આવે છે, જેના પ્રમાણમાં પણ વધારો થયો છે..

તબીબની સલાહ વિના દવા ન લેવી

  • દર્દીએ પ્રવાહીનું સેવન વધુ કરવું જોઈએ, જેથી કિડની પર આવેલા સોજામાં ઘટાડો થવામાં મદદરૂપ થાય છે. કિડની પર સોજો ઓછો કરવા બજારમાં કેટલીક દવા આવે છે, જે ડૉક્ટરની સલાહ બાદ લેવી જોઈએ. - ડૉ.ડેનિશ સાવલિયા, નેફ્રોલોજિસ્ટ
  • હાઈપર ઈમ્યુનને કંટ્રોલ કરવા વપરાતી દવાઓને કારણે કિડનીમાં સોજો આવે છે. આ ઉપરાંત અનકંટ્રોલ ડાયાબિટીસ, અનકંટ્રોલ હાઈપરટેન્શન પણ કારણ છે. - ડૉ. મયૂર માકાસણા, નેફ્રોલોજિસ્ટ
  • વાસ્ક્યુલાઈટિસ નામનો કિડનીનો રોગ થયો હતો. કિડની 70 ટકા ઉપર ડેમેજ હતી અને ટેમ્પરરી ડાયાલિસીસ પણ કર્યાં હતાં. બાદમાં સારવાર કરવાથી કિડની સારી થઈ અને ડાયાલિસીસ નોર્મલ 1.2 MGDL થયું, જે પહેલાં 7.96 MGDL હતું. - હાસમશા, દર્દી
અન્ય સમાચારો પણ છે...