શિડ્યૂલ જાહેર:રાજકોટથી મુંબઈ જવા દૈનિક 3, દિલ્હી માટે 1 ફ્લાઇટ આખો માસ ઉડાન ભરશે

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શિયાળા પહેલાનો એરલાઇન્સે શિડ્યૂલ જાહેર કર્યો

રાજકોટ એરપોર્ટ પરથી ઉડાન ભરતી ફ્લાઇટના વિન્ટર શિડ્યૂલ પહેલાનો એક માસનો શિડ્યૂલ એરલાઈન્સે જાહેર કર્યો છે. આ શિડ્યૂલ ઓક્ટોબર માસ સુધી યથાવત્ રહેશે. ઓક્ટોબર માસ માટે જાહેર કરેલા શિડ્યૂલ મુજબ રાજકોટથી મુંબઇ જવા માટે દૈનિક 3 અને દિલ્હી જવા માટે દૈનિક 1 ફ્લાઈટ ઉડાન ભરશે.

આ સિવાય ગોવાની ફ્લાઈટ સપ્તાહમાં ચાર દિવસ ઉડાન ભરશે. સામાન્ય રીતે દરેક ફ્લાઇટના શિયાળા, ઉનાળા અને ચોમાસાની ઋતુ મુજબના શિડ્યૂલ હોય છે. રાજકોટ એરપોર્ટ પર વિન્ટર શિડ્યૂલ નવેમ્બર માસથી લાગુ થશે. ઓક્ટોબર માસના શિડ્યૂલ મુજબ રાજકોટ એરપોર્ટ પરથી 9 ફ્લાઇટ ઉડાન ભરશે.

કઈ ફ્લાઈટ ક્યારે ઉડાન ભરશે તેની માહિતી

સ્ટેશનઆવન-જાવનનો સમયક્યા દિવસે મળશે
હૈદરાબાદ-રાજકોટ- દિલ્હી8.15 8.30સોમ,ગુરુ, શુક્ર અને રવિ
મુંબઈ-રાજકોટ- મુંબઈ11.45 12.15દૈનિક
દિલ્હી- રાજકોટ- દિલ્હી12.35- 1.05દૈનિક
દિલ્હી- રાજકોટ- ગોવા1.40 2.00સોમ,ગુરુ, શુક્ર અને રવિ
દિલ્હી- રાજકોટ- દિલ્હી2.35 3.10સોમ, મંગળ, ગુરુ, શનિ
મુંબઈ-રાજકોટ-મુબંઈ3.30 4.00દૈનિક
મુંબઈ- રાજકોટ- મુંબઈ5.35 8.15દૈનિક
દિલ્હી- રાજકોટ- દિલ્હી6.50 7.10મંગળ, ગુરુ અને શનિ
ગોવા-રાજકોટ- હૈદરાબાદ7.25 7.45સોમ, બુધ, શુક્ર, રવિ
અન્ય સમાચારો પણ છે...