તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નીડર પિતા-પુત્રી:'પપ્પા આને પકડો', રાજકોટમાં હત્યાનાં લાઇવ દૃશ્યો જોનારી 6 વર્ષની દીકરીની હઠ પૂરી કરવા પિતાએ આરોપીની પોલીસ સાથે મળી ધરપકડ કરી

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ત્યાની ઘટના નજરે જોનાર પિતા-પુત્રી - Divya Bhaskar
ત્યાની ઘટના નજરે જોનાર પિતા-પુત્રી
  • પિતા-પુત્રીએ હત્યાની આ ઘટનાને નજરે જોઈ હતી
  • પોલીસ કમિશનરે બહાદુરીને બિરદાવી પિતાનું સન્માન કર્યું

રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર બે દિવસ પહેલા આંબેડકર સર્કલ નજીક શનિવારની રાત્રે ફૂટપાથ પર સૂતેલા પ્રૌઢને પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ સમયે એક્ટિવા પર 6 વર્ષની આરાધ્યા ગૌસ્વામી અને પિતા મહેન્દ્રગિરી ગૌસ્વામી જમવા માટે પાઉંભાજી લેવા નીકળ્યા હતા. હત્યાનાં આ લાઈવ દૃશ્યો નિહાળીને “પપ્પા, આને પકડો” કહી આરાધ્યા જીદ કરવા લાગી, ત્યારે પુત્રીની હઠ પૂરી કરવા પિતાએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી હત્યારાની પોલીસ સાથે મળીને ધરપકડ કરી હતી. પિતા-પુત્રીની આ બહાદુરીને બિરદાવતાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિતના અધિકારીઓએ સન્માનપત્ર આપી પિતાનું સન્માન કર્યું હતું.

પોલીસે જાગ્રત નાગરિકનું સન્માન કર્યું.
પોલીસે જાગ્રત નાગરિકનું સન્માન કર્યું.

શું હતો બનાવ
બે દિવસ પહેલા ગત શનિવારના રોજ 150 ફૂટ રિંગરોડ પર ગોવર્ધન ચોક નજીક માથા-મોઢા પર પથ્થરનાં ઘા ઝીંકી પ્રૌઢની નિર્મમ હત્યા થયાની ઘટના સામે આવી હતી. આ મુદ્દે માલવીયાનગર પોલીસે જયંતિ ઉર્ફે નટુ જોટાણીયા નામના શખ્સની કરી ધરપકડ કરી છે. હત્યા કર્યા બાદ આરોપી જયંતિ ફરાર થાય તે પહેલા જ ત્યાં રહેલા મહેન્દ્રગીરી ગોસ્વામીએ જયંતીને પકડી પાડ્યો હતો અને પોલીસને જાણ કરી હતી. સામાન્ય બાબતમાં બોલાચાલી કરી પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં આવ્યું સામે આવ્યું છે.

આરોપી નટુ જોટાણિયાની માલવિયાનગર પોલીસે ધરપકડ કરી.
આરોપી નટુ જોટાણિયાની માલવિયાનગર પોલીસે ધરપકડ કરી.

મૃતક છુટક ડ્રાઈવિંગ કામ કરતા હતા
મૃતકનાં પરિવારજનોએ જણાવ્યું હતું કે દિનેશભાઈ મુળ કોટડા સાંગાણીના નાની મેંગણી ગામના વતની છે. તે ત્રણ ભાઈ અને ચાર બહેનમાં વચેટ હતાં. પત્નીનું આશરે દશેક વર્ષ પહેલાં મૃત્યું નીપજયું હતું. તેને સંતાનમાં બે દિકરા અને એક દિકરી છે. જે પૈકી એક દીકરો અને દીકરી અલગ અલગ સંબંધી સાથે રહે છે. દિનેશભાઈ રાજકોટમાં રહી છુટક ડ્રાઈવિંગનું કામ કરતા હતા.