તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાદાગીરી:હનુમાનમઢી ચોકમાં અકસ્માત બાદ દાદાગીરી, ટ્રાફિક જામ

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

રવિવારે બપોરે રૈયારોડ, હનુમાન મઢી ચોક ટ્રાફિક પોઇન્ટ પાસે બન્યા બાદ કેટલાક શખ્સોએ દાદાગીરી કરી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો. જેને પગલે સ્થળ પર પોલીસ પણ દોડી ગઇ હતી. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસમથકના પીઆઇ કે.એ.વાળાએ આપેલી માહિતી મુજબ, બપોરના સમયે મઢી ચોકના ટ્રાફિક સિગ્નલ રેડ થઇ જતા કારે બ્રેક મારી ઊભી રાખી દીધી હતી. જેને કારણે પાછળ આવી રહેલી અન્ય એક કાર અથડાઇ હતી. વાહનોની અવરજવરથી વ્યસ્ત રહેતા રોડ પર અકસ્માત સર્જાતા ટ્રાફિક થંભી ગયો હતો.

આ સમયે આગળની કારમાંથી ચારેક શખ્સ નીચે ઉતરી પાછળની કારના ચાલક સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. મામલો વધુ બિચકતા વાતાવરણ થોડીવાર તંગ બની ગયું હતું. જે કાર અથડાઇ હતી. તે કારમાંથી એક વૃદ્ધા નીચે ઉતરી આવી ઝઘડો કરી રહેલા લોકોને હાથ જોડી માફી માગતા જોવા મળે છે.

અકસ્માતના બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ તુરંત ત્યાં દોડી ગયો હતો. સીસીટીવી કેમેરા ચેક કરતા ટ્રાફિક સિગ્નલ રેડ થઇ જતા અકસ્માત સર્જાયો હતો. જેને કારણે માથાકૂટ થઇ હતી. ફૂટેજના આધારે તપાસ કરતા આગળ જઇ રહેલી કાર સાથે અકસ્માત સર્જનાર કારચાલક વેદાંત રામાનુજ હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ બનાવ બાદ કોઇ પક્ષ ફરિયાદ માટે આગળ નહિ આવ્યાનું પીઆઇ વાળાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...