તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણી:ડી. કે. સખિયાએ જે બેઠકોમાં ‘પાડી દેવા’ નું કહ્યું હતું ત્યાં ભાજપ જીત્યું

રાજકોટ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓડિયો ક્લિપમાં તોડફોડનો ઈરાદો વ્યક્ત કર્યો તે બેઠકોનું ચિત્ર
  • જસદણ અને વીંછિયામાં પાંચ બેઠક જતી રહી

મતદાનના દિવસે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ અને યાર્ડના ચેરમેન ડી. કે. સખિયાની એક ઓડિયો ક્લિપ ફરતી થઇ હતી જેમાં તેઓ ભાજપમાં હોવા છતાં ભાજપના જ કેટલાક ઉમેદવારોને હરાવવા એટલે કે ‘પાડી દેવા’નો વ્યૂહ ચર્ચી રહ્યા હતા. આ બેઠકો પરના પરિણામો જોતા રાજકોટ તાલુકામાં તેમની ગણતરી ઊંધી જ રહી હતી જ્યારે જસદણ-વીંછિયામાં શંકાસ્પદ ભૂમિકા હોય તેમ તેમણે કહેલું પરિણામ આવ્યું છે. જિલ્લા પંચાયતની બેડી બેઠક પર મહામંત્રી નાગદાન ચાવડાના ભત્રીજાને પાડી દેવા કહ્યું હતું પણ ત્યાં સ્પષ્ટ બહુમતી મળી છે.

સણોસરા કે જ્યાં સખિયાના કુટુંબી ભત્રીજા ભાજપમાંથી લડી રહ્યા હતા તેને પણ હરાવવા કહ્યું હતું ઉપરાંત ખેરડીમાં પણ નવાજૂની કરવી હતી આ બંને બેઠક પર ભાજપ જીત્યું છે એટલે ત્યાં તેમની ગણતરી જિલ્લા ભાજપે ઊંધી પાડી દીધી છે. આટલું જ નહિ વિરોધીજૂથના અન્ય આગેવાન હરદેવસિંહે પોતાના ગામની સીટ પર પોતાનો ટેકેદાર ઊભો રાખ્યો હતો ત્યાં પણ ભાજપે જીત મેળવી છે.

જસદણ-વીંછિયા વિશે સખિયાએ એવું કહ્યું હતું કે, ‘ચાર સીટ જાય છે, ગોઠવાઈ ગયું છે, બાવળિયાના 500 મત બોઘરા લઈ લે એટલે કુંવરજી પૂરો’ પરિણામમાં જસદણ-વીંછિયાની 7 સીટમાંથી ભાજપને માત્ર 2 જ મળી અને 5 કોંગ્રેસે જીતી જ્યારે તાલુકા પંચાયત બંને કોંગ્રેસે મેળવી છે તેથી આ વિસ્તારમાં ખરેખર બોઘરા અને સખિયાએ તોડજોડ કરી છે કે કેમ તેની શંકા પ્રદેશ ભાજપને ગઈ છે.

રાજકોટ યાર્ડના નવા ચેરમેનની શક્યતા વધી
રાજકોટ જિલ્લા અને તાલુકાની ચૂંટણીમાં આગેવાનો અને પોતાના જ પક્ષના ઉમેદવારોને હરાવવા નીકળેલા ડી. કે. સખિયાની ક્લિપ પ્રદેશ સુધી પહોંચી છે અને જિલ્લા ભાજપના હાલના પદાધિકારીઓ સખિયાને પોતાના નહિ પણ પક્ષવિરોધી ગણાવી રહ્યા છે. ટૂંકાગાળામાં બેડી યાર્ડમાં ચૂંટણી છે તેથી તેમાં સખિયા ચેરમેન ન બને તે માટે નેતાઓ પ્રયાસ કરી રહ્યા છે અને જો પ્રયાસ સફળ થશે તો આ વખતે નવા ચેરમેન આવશે.

અન્ય સમાચારો પણ છે...