તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Cyclists From Madhya Pradesh Arrive In Rajkot With The Aim Of Deporting Single Use Plastics, Toured 128 Cities And 7500 Villages In 7 States

MPના સાઇકલપ્રેમીનું રાજકોટમાં આગમન:સિંગલ યુઝ પ્લાસ્ટિકને દેશવટો આપવાના ઉદ્દેશથી 7 રાજ્યનાં 128 સિટી અને 7500 ગામડાંનો પ્રવાસ કર્યો

6 મહિનો પહેલા
  • યુરોપની નોકરી મૂકી ભારત પરત આવ્યો
  • ઓર્ગેનિક ફાર્મિંગ કરવાની અપીલ કરી

સાઇકલ ચલાવવી એ એક પ્રકારનું ચિકિત્સા વિજ્ઞાન છે, જેનાથી તમે ફિટ એન્ડ ફાઇન તો રહો જ છો, સાથોસાથ શરીરને તંદુરસ્ત અને લાંબા સમય માટે નીરોગી બનાવી દો છો. નિયમિતપણે સાઇકલ ચલાવવાથી લોકો ઘણા રોગથી મુક્ત થાય છે. ત્યારે રાજકોટના આંગણે સિંગલ યુઝ પ્લાસ્ટિકને દેશવટો અપાવવાના ઉદ્દેશ સાથે સાઇકલ પર ભારત ભ્રમણ કરવા નીકળેલા યુવાને રાજકોટમાં આવા પ્લાસ્ટિકનો જોખમી ઉપયોગ અટકાવવા સાઇકલ ચલાવી જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો.

યુરોપની નોકરી મૂકી ભારત પરત આવ્યો
મૂળ મધ્યપ્રદેશના મુરૈનાનો રહેવાસી બ્રિજેશ શર્મા યુરોપની એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. એ અંગે વાત કરતાં તે જણાવે છે કે હું યુરોપમાં બે વર્ષ રહ્યો. આ સમયે મારા મિત્રએ મને નેશનલ જિયોગ્રાફી પરની એક પોસ્ટ મને શેર કરી હતી, જેમાં એક પ્લાસ્ટિકમાં એક પક્ષી જકડાયેલું હતું, જેને જોઈને મને વિચાર આવ્યો કે આ તો ફક્ત એક પક્ષી છે, પણ બાકીના સમુદ્રી પ્રાણીઓ, જીવજંતુ, ગાય જેવાં પ્રાણીઓનુ શું, જે રોજના કચરામાંથી પોતાનું ખાવાનું ખાતાં હોય છે. તેમના શરીરમાં કેટલું ઝેર ફેલાતું હશે. આ વિચારને લઈને મેં સાઇકલયાત્રા યાત્રા શરૂ કરી હતી.

સાઇકલ ટૂર તેણે ગાંધીનગરથી જ આરંભી હતી
બ્રિજેશ શર્માએ 2019ની 17 નવેમ્બરથી પ્રદૂષણમુક્ત ભારત અને પ્રાકૃતિક ખેતીને ઉત્તેજનના હેતુ સાથે ભારતયાત્રાએ નીકળેલો છે. આ સાઇકલ ટૂર તેણે ગાંધીનગરથી જ આરંભી હતી અને ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્રમાં કુલ ૨૫ હજાર કિલોમીટર જેટલી સફર ખેડી, એ પછી લોકડાઉન આવી જતાં 4 મહિના મુંબઇ નજીક અટકી પડયો હતો.

લોકડાઉનમાં શીખ મળી
લોડાઉન અંગે વાત કરતાં બ્રિજેશ જણાવે છે કે, હું ભારત ભ્રમણ પર નીકળ્યો હતો એ દરમિયાન મુંબઈ પહોંચતાં દેશમાં કોરોના વકર્યો, માટે દેશમાં લોકડાઉન લાગુ પડી ગયું. લોકડાઉન આવ્યું એના આગલા દિવસે હું મુંબઈ નજીક આવેલા શાહપુર ગામના જંગલમાં રોકાયો હતો. જ્યાંથી બીજા દિવસે મુંબઈ જવા માટે નીકળ્યો ત્યારે લૉકડાઉન કરી દેવામાં આવ્યુ હતું, જેથી હુંફી શાહપુર ગામ પાસે આવેલા જંગલમાં આદિવાસીઓ જોડે 3થી 4 મહિના રોકાયો હતો. જ્યા મને ઘણીબધી વસ્તુઓ શીખવા મળી હતી, જેમાં થોડી વસ્તુઓમાં સરળ રીતે જીવન જીવી શકાય છે. અત્યારની લાઈફસ્ટાઈલ જે જેવી રહ્યા છે એ ફક્ત લોકોને દેખાડો કરવા માટે જીવી રહ્યા છે.

રાજકોટની જનતાને સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી ભારત બનાવવાની અપીલ કરી
ગુજરાતના દરિયાકિનારા વિસ્તારોમાં સાઇકલયાત્રા બાકી હોવાથી 7 રાજ્યનાં 128 શહેર અને 7500 ગામડાં ખૂંધ્યાં બાદ બીજા રાઉન્ડમાં ગુજરાતનાં કચ્છ, જામનગર પંથકમાં પણ ફર્યાના દાવા સાથે તેણે ઉમેર્યું કે જોધપુરમાં MBA થયા બાદ પોતે જ્યોર્જિયામાં જોબ કરતો હતો, એ છોડીને આ મિશન અપનાવ્યું છે. દોઢ વર્ષમાં કેન્દ્ર - રાજ્યોના નવ મંત્રીઓને મળીને પર્યાવરણ માટે લાભકર્તા નીતિ ઘડવા અનુરોધ કર્યો છે તથા અનેક શાળાઓ, મંદિરોના સંચાલકોએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરાવ્યો છે. દિલ્હીમાં તો 1500 ફ્લેટની એક સોસાયટી પણ એની અપીલથી સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી બની છે. રાજકોટમાં પણ તેણે કેટલીક સંસ્થા - સોસાયટીમાં આવા જાગૃતિલક્ષી કાર્યક્રમ આપ્યા હતા અને પ્લાસ્ટિકમુક્ત રાજકોટની દિશામાં નક્કર કદમ લેવાની અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...