આયોજન:સાયબર ગઠિયાઓ બેફામ, પોલીસના લોકદરબારમાં 100 અરજદાર ઊમટ્યાં

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સાયબર ક્રાઇમના ગુનાની તપાસમાં કેવી રીતે પુરાવા એકઠા કરવા સહિતની તાલીમ

શહેરીજનો સાયબર માફિયાઓનો ભોગ બની રહ્યાનો ચિતાર પોલીસના લોકદરબારમાં જોવા મળ્યો હતો. લોકોમાં સાયબર ક્રાઇમ સામે જાગૃતતા આવે તે માટે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભોગ બનનાર 100 અરજદારે અરજી કરી તપાસની માંગ કરી હતી. સાયબર ગઠિયાઓ સામે પોલીસનો સકંજો મજબૂત બને અને પોલીસ તપાસ યોગ્ય રીતે થાય તે માટે સિનિયર અધિકારી દ્વારા પોલીસ સ્ટાફને સાયબર ક્રાઇમના ગુનાની તપાસ કેવી રીતે કરવી તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

રાજ્ય સરકાર દ્વારા સુશાસન સપ્તાહની ઉજવણી થઇ રહી છે જેના ભાગરૂપે રાજકોટ શહેર પોલીસ દ્વારા પણ વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શનિવારે શહેર પોલીસ દ્વારા સાયબર ક્રાઇમના ગુનાના નિવારણ માટે પેડક રોડ પરના અટલ બિહારી વાજપાઇ ઓડિટોરિયમ ખાતે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં લોકોને સાયબર ક્રાઇમથી કેવી રીતે બચી શકાય, કેવી જાગૃતતા રાખવી સહિતના મુદ્દે પોલીસ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, આ ઉપરાંત સાયબર ક્રાઇમનો ભોગ બનેલા લોકોની સ્થળ પર જ અરજી લેવામાં આવી હતી જેમાં 100 લોકોએ પોતે ભોગ બન્યાનું કહી અરજી આપી હતી. મહત્તમ કિસ્સામાં બેંક ફ્રોડ અને સોશિયલ મીડિયાનો લોકો ભોગ બન્યાનું બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...