તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વીજબિલ SMS કરાશે:ગ્રાહકો મોબાઈલ નંબર અને ઈ-મેલ ઓનલાઈન અપડેટ કરી શકશે

રાજકોટ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અગાઉ કચેરીએ રૂબરૂ જવું પડતું હતું, હવે ઓનલાઈન અપડેશન કરાયું

લોકડાઉનમાં હાલ પીજીવીસીએલ દ્વારા ઘેર ઘેર જઈને મીટર રીડિંગ કરીને વીજબિલ આપવાનું સુરક્ષાની દૃષ્ટિએ બંધ કર્યું છે. મોટાભાગના વીજગ્રાહકોને બિલ SMS પણ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત પીજીવીસીએલની વેબસાઈટ ઉપર પણ ગ્રાહક નંબર નાખીને બિલ જોઈ શકાય છે, પરંતુ હજુ પણ લાખો ગ્રાહકોએ પોતાનો મોબાઈલ નંબર પીજીવીસીએલ કચેરીમાં રજિસ્ટર કરાવ્યો નથી જેના કારણે તે ગ્રાહકને બિલનો મેસેજ નથી મોકલી શકાતો. પરંતુ તે સમસ્યાનો પણ હલ વીજકંપનીએ ઓનલાઈન શોધી કાઢ્યો છે. પીજીવીસીએલની વેબસાઈટ પરથી જ ગ્રાહક હવે પોતાનો મોબાઈલ અને ઈ-મેલ અપડેટ કરી શકશે. ત્યારપછી તે ગ્રાહકને વીજબિલ જ્યારે પણ જનરેટ થશે ત્યારે પીજીવીસીએલ દ્વારા એસએમએસ મોકલી બિલની રકમ અને બિલ ભરવાની છેલ્લી તારીખ જણાવાશે. અગાઉ વીજ કચેરીએ નંબર નોંધાવવા રૂબરૂ જવું પડતું હતું પરંતુ હવે ઓનલાઈન વ્યવસ્થા થતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના વીજગ્રાહકોને રાહત થશે.
ગ્રાહકો આવી રીતે નંબર અને ઈ-મેલ અપડેટ કરી શકશે

 • સૌપ્રથમ વીજકંપનીની વેબસાઈટ http://www.pgvcl.com/ ઓપન કરવી.
 • બિલની ઇન્ફોર્મેશન, બિલની ઓનલાઈન ચુકવણી, અપડેટ મોબાઈલ નંબર-ઈ-મેલનો ઓપ્શન આવશે.
 • ત્રણ ઓપ્શન પૈકી ત્રીજા ઓપ્શન પર ક્લિક કરવું.
 • નવું પેજ ખૂલશે તેમાં ગ્રાહક નંબર, મોબાઈલ નંબર, ઈ-મેલ લખવા.
 • ત્યારબાદ અપડેટ પર ક્લિક કરવાથી મોબાઈલમાં એક ઓટીપી આવશે.
 • ઓટીપી નંબર એન્ટર કરી કન્ફોર્મ ક્લિક કરવાથી અપડેટ થશે.

લોકડાઉનમાં વીજગ્રાહકોને એવરેજ બિલ અપાશે
લોકડાઉનની પરિસ્થિતિમાં પીજીવીસીએલના આઉટસોર્સિંગના કર્મચારીઓ ઘેર-ઘેર જઈને મીટર રિડિંગ કરી શકતા નથી. તેથી હાલ વીજકંપનીએ દરેક વીજગ્રાહકોના છેલ્લા ત્રણ મહિનાના વીજબિલની રકમની સરેરાશ કાઢીને તમામ જનરેટ કરવામાં આવી રહ્યા છે. જે વીજ ગ્રાહકો આગામી 30 મે સુધી ભરી શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો