તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિયાલિટી ચેક:ગ્રાહકઃ આ ઘઉંનું ચણ નાખીએ તો પક્ષી પણ મરી જાય, દુકાનદારઃ ઉપરથી જે માલ આવે છે એ આપીએ છીએ

રાજકોટ10 મહિનો પહેલાલેખક: નિહિર પટેલ
 • કૉપી લિંક
 • 10 કિલો ઘઉંમાંથી 500 ગ્રામ ઓછા નીકળે છે અને 300 ગ્રામ જેટલો કચરો નીકળે છે
 • સસ્તા અનાજની દુકાનમાં વિતરણ કરાતું અનાજ સડેલું અને વાસી

સસ્તા અનાજની દુકાન હવે જાણે સડેલ અને વાસી અનાજની દુકાન બની હોય એમ શહેરના કેટલાક વિસ્તારોમાં સસ્તા અનાજની દુકાનોમાંથી લોકોના સડેલું અને વાસી અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું હોવાનું બહાર આવ્યું છે. દિવ્ય ભાસ્કરે શહેરની કેટલીક સસ્તા અનાજની દુકાનેથી આપવામાં આવી રહેલા અનાજનો જથ્થો અને ગુણવત્તાની ચકાસણી કરતા બંનેમાં ખામી બહાર આવી હતી. શહેરના આનંદનગરમાં આવેલી સસ્તા અનાજની દુકાને સડેલું અને વાસી અનાજ વિતરણ કરતા મહિલાએ વિરોધ કરતા કહ્યું કે, આ અનાજ માણસ તો શું પક્ષીને પણ ચણ તરીકે નાખીએ તો તે પણ મરી જાય. ત્યારે દુકાનદારે મહિલાને કહ્યું કે, ઉપરથી જે અનાજ આવી રહ્યું છે એ જ વિતરણ કરીએ છીએ. 10 કિલો ઘઉંના જથ્થામાં 500 ગ્રામ ઘઉં ઓછા આવે અને બાકીના ઘઉંના જથ્થામાંથી પણ 300 ગ્રામ જેટલો કચરો નીકળે. ગ્રાહકને એકંદરે 10ને બદલે 9 કિલો જ જથ્થો મળી રહ્યો છે. ચોખા, દાળના જથ્થા અને ગુણવત્તામાં પણ એવી ખામીઓ બહાર આવી છે.
અનાજ ચાળણીમાં ચાળીને આપવું શક્ય નથી
રાજકોટમાં 223 જેટલી સસ્તા અનાજની દુકાન છે. હજુ સુધી અમારી પાસે એકપણ ફરિયાદ અનાજના ઓછા જથ્થા કે ગુણવત્તાની આવી નથી. લોકોને અમે વિનામૂલ્યે અનાજ આપી રહ્યા છીએ, પરંતુ લોકો એવો આગ્રહ ન રાખે કે અનાજ અમે ચાળણીથી ચાળીને આપીએ કારણ કે એ શક્ય નથી. એટલે થોડો ઘણો કચરો આવે તેવું બનતું હશે. - હસમુખ પરસાણિયા, પુરવઠા ઇન્સ્પેક્ટર

 • દુકાનેથી જ્યારે ઘઉં અને અન્ય વસ્તુઓ લીધી અને ઘરે આવીને જોયું તો અનાજની ગુણવત્તા અતિશય ખરાબ હતી. ઘઉંમાંથી તો મોટી માત્રમાં ધનેડાં નીકળ્યા હતા. ખરાબ ગુણવત્તાનું અનાજ આરોગ્ય માટે જોખમી છે. - સપનાબેન
 • મફત અનાજ આપી રહ્યા છો એટલે ગમે તેવું સડેલું-વાસી અનાજ આપી દેવાનું એવું ન કરવું જોઈએ. સરકાર લોકોને મફત આપે છે પણ સરકાર તો પૈસા આપીને ખરીદે છે, અને એ જનતાના ટેક્સના પૈસા છે. આવું ન થવું જોઈએ. - ભાવનાબેન
 • લોકોને ઘઉં, ચોખા, ચણાની દાળ સહિતની વસ્તુઓ હલકી ગુણવત્તાની તો આપે જ છે પરંતુ સાથે સાથે દુકાનદાર ક્યારેક અનાજનો જથ્થો પણ ઓછો ધાબડી ડે છે. ચણાની દાળને બદલે આખા ચણા આપ્યા એ પણ ખરાબ. - મંજુબેન
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો