એજ્યુકેશન:UPSCમાં કરંટ અફેર, પર્યાવરણ, અર્થતંત્રના પ્રશ્નો વધુ પુછાયા, જનરલનું કટઓફ 88 રહેશે

રાજકોટ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિલ્હીથી ફ્લાઈટમાં પેપર આવ્યા, રાજકોટના 17 કેન્દ્ર પર બે સેશનમાં પરીક્ષા લેવાઈ

UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન)ની રવિવારે રાજકોટ ઉપરાંત અમદાવાદ અને સુરતમાં પ્રિલિમ્સ પરીક્ષા લેવામાં આવી હતી જેમાં રાજકોટમાં 17 કેન્દ્ર પર પરીક્ષા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી અને 4009 ઉમેદવાર નોંધાયા હતા. સવારે 9.30થી 11.30 અને બપોરે 2.30થી 4.30 એમ બે સેશનમાં પરીક્ષા યોજાઈ હતી.

UPSCની કેન્દ્રીય સ્તરે પરીક્ષા લેવાતી હોવાથી આજની પરીક્ષાના પેપર દિલ્હીથી ફ્લાઈટના માધ્યમથી રાજકોટ આવ્યા હતા અને સ્ટ્રોંગરૂમમાં સીલ રખાયા હતા. પ્રિલિમ્સનું પેપર એકંદરે એવરેજથી થોડું અઘરું નીકળ્યું હોવાનું પરીક્ષા આપનાર ઉમેદવારોએ જણાવ્યું હતું.

પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, કન્સેપ્ટ આધારિત પેપર રહ્યું હતું જેમાં સૌથી વધુ કરંટ અફેર્સ, એન્વાયરમેન્ટ, અર્થતંત્રના પ્રશ્નો પૂછાયા હતા. ભૂગોળના પ્રશ્નો ઓછા અને પ્રાચીન ભારત, ભારતના સાંસ્કૃતિક વારસાના પ્રશ્નો નહીંવત પૂછાયા હતા. સવારે 9.30થી 11.30 દરમિયાન જનરલ સ્ટડીઝનું પેપર લેવાયું હતું જેમાં 100 પ્રશ્ન અને 200 માર્ક હતા. જ્યારે બપોરે 2.30થી 4.30 દરમિયાન સિવિલ સર્વિસીસ એપ્ટિટ્યૂટ ટેસ્ટનું પેપર લેવાયું હતું જેમાં 200 માર્ક અને 80 પ્રશ્ન પૂછાયા હતા.

જનરલનું કટઓફ 88-90, EWSનું 80-82

કેટેગરીકટઓફ
જનરલ88-90
EWS80-82
ઓબીસી84-88
એસસી72-76
એસટી70-72

​​​​​​​

એક્સપર્ટ : વિધાન વાક્યોને બદલે જોડકણા પૂછ્યા
​​​​​​​યુપીએસસીએ આ વખતની પરીક્ષાથી પ્રશ્નો પૂછવાની પેટર્ન બદલી છે. અગાઉ વિધાન વાક્યો પૂછાતા હતા અને એમાંથી ક્યાં વાક્યો સાચા છે તે ઓપ્શનમાંથી પસંદ કરીને જવાબ આપવાનો હતો પરંતુ આ વખતે વિધાન વાક્યોને બદલે જોડકણા પ્રશ્નો પૂછ્યા હતા જેમાં જોડકા પૂછ્યા અને ક્યુ જોડકું સાચું છે કે ખોટું તે ઓપ્શનમાંથી જવાબ પસંદ કરવાનો હતો. એકંદરે પેપર એવરેજ નીકળ્યું હતું. ઈતિહાસ-ભૂગોળના પ્રશ્નો ઓછા પૂછ્યા જ્યારે કરંટ અફેર, ઈકોનોમીના પ્રશ્નો વધુ પૂછાયા હતા. > મૌલિકભાઈ ગોંધિયા, સ્પર્ધાત્મક પરીક્ષાના નિષ્ણાત

પેપર એવરેજથી થોડું અઘરું હતું, બધા વિષયોના પ્રશ્નો સમાંતર હતા
યુપીએસસીના બંને પેપર એવરેજથી થોડા અઘરા હતા. વર્તમાન પ્રવાહ, ઈતિહાસ સહિતના પ્રશ્નો પૂછાયા હતા. કેટલાક પ્રશ્નો કન્સેપ્ટ આધારિત હતા. પરંતુ તમામ વિષયોના પ્રશ્નો સમાંતર ધોરણે પૂછ્યા હતા. અગાઉ કોઈ એક કે બે વિષયના પ્રશ્નો જ સૌથી વધુ પૂછતાં તેના બદલે બધા વિષયના પ્રશ્નો પૂછ્યા હતા. > રાકેશ સોલંકી, વિદ્યાર્થી

અન્ય સમાચારો પણ છે...