તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરપકડ:કર્ફ્યૂમાં માસ્ક વગર અને લટાર મારવા નીકળેલા 114 પકડાયા, નિયત સંખ્યા કરતા વધુ લોકોને બેસાડનાર 24 સામે કાર્યવાહી

રાજકોટ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોનાની મહામારીનું સંક્રમણ વધતા શહેરમાં 16 દિવસ પહેલા ફરી રાત્રીના નવથી સવારના છ વાગ્યા સુધી પોલીસ તંત્રે કર્ફ્યૂ લગાડ્યો છે. કર્ફ્યૂના સમયમાં જરૂરી કામ વગર બહાર નીકળતા લોકો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી કરી રહી છે. ત્યારે શનિવારના રાત્રી કર્ફ્યૂ દરમિયાન વોકિંગ કરવા નીકળેલા તેમજ વાહનો પર ચક્કર મારવા નીકળેલા 114 લોકોને પોલીસે પકડી પાડી તેમની સામે જાહેરનામા ભંગ અંગેનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે. જેમા કર્ફ્યૂનો ભંગ કરવા ઉપરાંત માસ્ક પહેર્યા વગર નીકળેલાઓનો પણ સમાવેશ થાય છે. જ્યારે માસ્ક પહેરવામાં રાજકોટની રંગીલી પ્રજા સમજદાર બની છે, આ ઉપરાંત ટુ વ્હિલર, ફોર વ્હિલર તેમજ ઓટો રિક્ષામાં નિયત કરતા વધુ લોકોને બેસાડી નીકળેલા 24 ચાલકો સામે ગુનો નોંધ્યો છે. કર્ફ્યૂમાં દુકાન ખુલ્લી રાખનાર 1 વેપારી સામે પણ પોલીસે કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો