બેડી યાર્ડમાં સોમવારે ખૂલતી બજારે જીરુંનો ભાવ રૂ.6400 બોલાયો હતો. જે અત્યાર સુધીનો ઐતિહાસિક હતો. વેપારીઓના જણાવ્યાનુસાર જીરુંમાં શોર્ટ સપ્લાય વધી છે. જોકે હજુ સુધી ચીન સાથે વેપાર શરૂ થયો નથી. એ જાન્યુઆરી માસના અંતે શરૂ થવાની સંભાવના છે. જો વેપાર શરૂ થશે તો ભાવમાં હજુ ઉછાળો આવશે. નવા પાકમાં બધો આધાર વાતાવરણ પર છે. અત્યારનું જે વાતાવરણ છે તે પાક માટે અનુકૂળ છે. જો વાતાવરણમાં બદલાવ આવશે તો પાકને નુકસાન જવાની સંભાવના છે.
હાલ સૌરાષ્ટ્રના ખેડૂતો પાસે માલ છે નહિ અને બધો માલ સ્ટોકિસ્ટ પાસે
છેલ્લા કેટલાક સમયથી જીરુંના પાકમાં ઉછાળો આવતા ખેડૂતો પોતાની પાસે રહેલો માલ વેચવા માટે કાઢ્યો હતો. એટલે હાલ ખેડૂતો પાસે જોઇએ તો માત્ર 10 ટકા જ માલ રહ્યો છે. જ્યારે સ્ટોકિસ્ટ પાસે હાલ માલ સૌથી વધારે છે. વાયદા બજારમાં ઊંચા ભાવે જ સોદા થઈ રહ્યા છે. જેને કારણે સટોડિયાઓ લાભ લઈ રહ્યા છે અને તેના પ્રોફિટમાં સતત બુકિંગ વધારો જોવા મળે છે. વેપારીઓના જણાવ્યાનુસાર હાલ કૃત્રિમ તેજી છે.
રાજસ્થાન અને ગુજરાતમાં સૌથી વધુ જીરું પાકે છે
ભારત દેશમાં સૌથી વધુ જીરું પકવતા માત્ર બે જ રાજ્ય છે. જેમાં ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. રાજસ્થાનમાં પાક પૂરતા પ્રમાણમાં છે. જ્યારે ગુજરાતમાં આ વખતે પ્રતિકૂળ વાતાવરણને કારણે અને ગત વર્ષની સરખામણીએ ઓછું વાવેતર થવાથી ભાવમાં ઉછાળો આવ્યો છે. વિદેશમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન ઉપરાંત ગલ્ફ કન્ટ્રીમાં સૌથી વધુ ડિમાન્ડ છે. આ ઉપરાંત ઘરઆંગણે પણ જીરુંની ખપત અત્યારે સૌથી વધારે છે.
સૌરાષ્ટ્રના યાર્ડમાં આવક અને ભાવ | |||
યાર્ડ | આવક | લઘુતમ ભાવ | મહત્તમ ભાવ |
બેડી | 420 | 4800 | 6400 |
ગોંડલ | 753 | 3926 | 6491 |
જસદણ | 80 | 4600 | 6200 |
જેતપુર | 1.5 | 3111 | 5871 |
વાંકાનેર | 114 | 5100 | 6175 |
ઉપલેટા | 1 | 5400 | 5405 |
ધોરાજી | 1 | 5000 | 5700 |
મોરબી | 4 | 2880 | 5900 |
(નોંધ : ભાવ પ્રતિમણ છે અને આવક ક્વિન્ટલમાં છે) |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.