તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાકભાજીનું વાવેતર:80 વીઘામાં શાકભાજીની ખેતી, લાખોની કમાણી કરી

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 15 દેશમાં ફરેલા ખેડૂતે વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી

રાજકોટની ભાગોળે આવેલ ગામના એક યુવા ખેડૂતે ખેતીને લાખેણી ખેતી બનાવી છે. 15 દેશમાં ફરેલા વિજયનગર ગામના ખેડૂત ભાવેશભાઈ ગઢિયા પોતાની તમામ 80 વિઘા જમીનમાં વૈજ્ઞાનિક પધ્ધતિથી માત્ર શાકભાજીની ખેતી કરી લાખોની કમાણી કરી રહ્યાં છે.

વર્ષોથી એકના એક પાકના વાવેતરથી ખેડૂતો માટે ખેતી નુક્સાનરૂપ સાબિત થઈ રહી છે. ત્યારે વિજયનગર ગામના ખેડૂત ભાવેશભાઈ ગઢિયાએ પોતાની પરંપરાગત જૂની પધ્ધતિથી થતી ખેતી છોડી સંપૂર્ણ વૈજ્ઞાનિક ઢબે ખેતી શરૂ કરી છે. ભાવેશભાઈએ ગત વર્ષે 30 વીઘામાં શાકભાજીનું વાવેતર કર્યું હતું. જેના ભાવ પણ સારા મળતા વીઘાદીઠ 1.10 લાખની આવક થઈ હતી. જેથી આ વર્ષે આ ખેડૂતે પોતાની તમામ 80 વીઘા જમીનમાં શાકભાજીનું વાવેતર કર્યું છે.

જોકે વાવેતરથી લઈ ઉત્પાદન સુધી વૈજ્ઞાનિક પધ્ધતિથી જ ખેતી કરવામાં આવે છે. તમામ 80 વીઘા ખેતરમાં ટપક સિંચાઈ છે. 10 ગાયો પણ રાખે છે જેથી છાણ અને ગૌમૂત્રનો ખેતીમાં ઉપયોગ થાય છે. શાકભાજીનું વધુ ઉત્પાદન આવતા રાજકોટથી લઈને જયપુર સુધી તેઓ મોકલે છે.

અન્ય સમાચારો પણ છે...