તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Cultivation Of Horticultural Crops In 8,43,973 Hectares In Saurashtra, Increased In 1.67 Lakh Acres In 5 Years In Rajkot District

આધુનિક ખેતી:સૌરાષ્ટ્રમાં 8,43,973 હેક્ટરમાં બાગાયતી પાકનું વાવેતર, રાજકોટ જિલ્લામાં 5 વર્ષમાં 1.67 લાખ એકરમાં ખેતી વધી

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વાવેતરમાં બદલાવ લાવી ખેડૂતો બાગાયતી તરફ વળી રહ્યા છે
  • સૌથી વધુ કચ્છમાં 1,59,162 હેક્ટરમાં બાગાયતી પાક : ડ્રેગન ફ્રૂટની ખેતી એક વર્ષથી વધી

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ખેડૂતો હવે બાગાયતી ખેતી તરફ વળ્યા છે. કપાસ- મગફળી સહિતની પરંપરાગત ખેતીમાંથી ખેડૂતો બહાર આવ્યાં છે. આંકડાઓ પર નજર કરીએ તો બાગાયતી ખેતીમાં મોટો વધારો આવ્યો છે. સૌરાષ્ટ્રમાં હાલ 8,43,973 હેક્ટરમાં બાગાયતી પાકનું વાવેતર છે. તો રાજકોટ જિલ્લામાં 5 વર્ષમાં 67 હેક્ટરમાં બાગાયતી પાકનું વાવેતર વધ્યું છે.

સૌરાષ્ટ્રમાં દર વર્ષે વધતું બાગાયતી પાકનું વાવેતર હાલ 8,43,973 થયું છે. જેમાં સૌથી વધુ કચ્છમાં 1,59,162 હેક્ટર વાવેતર છે. તો રાજકોટ જિલ્લામાં વર્ષ 2015-16માં 25 હજાર હેક્ટરથી વાવેતર વધીને 2020-21માં 92 હજાર હેક્ટર થયું છે. ખેડૂતોએ ખારેક, લીંબુડી, જામફળી, બોર, કેળા, પપૈયા, સીતાફળ તેમજ આંબા અને શાકભાજીની ખેતી શરૂ કરી છે. છેલ્લા એક વર્ષમાં ડ્રેગન ફ્રૂટની ખેતી પણ વધી છે. મરચાની સારી જાતો આવતા રાજકોટ જિલ્લામાં મરચાની ખેતી બે વર્ષમાં બમણી થઈ ગઈ છે. ચાલુ વર્ષે 4,552 હેક્ટરમાં મરચાનું વાવેતર થયું છે. જેમાં 3,048 હેક્ટરમાં લીલા અને 1,504 હેક્ટરમાં સૂકા મરચાનું વાવેતર થયું છે. ગત વર્ષ ખેડૂતોને મરચાના 3 હજાર સુધી ભાવ મળ્યા હતાં.

રાજકોટ જિલ્લા બાગાયત વિભાગના નાયબ નિયામક જી.જે કટારિયાના જણાવ્યા મુજબ છેલ્લા 2 વર્ષથી ફ્રૂટ અને શાકભાજીની માંગ વધી છે, ભાવ પણ ઊંચા મળી રહ્યાં છે. હજુ પણ ખેડૂતોએ આ ખેતી તરફ વળવાની જરૂર છે. અનેક યોજનાનો લાભ મળી રહ્યો છે. ખેડૂતોએ શરૂઆતમાં થોડી જમીનમાં પણ બાગાયતી પાકની ખેતી કરવી જોઈએ.

કપાસ- મગફળીથી કંટાળી ખેડૂતો બાગાયત તરફ વળ્યા
સૌરાષ્ટ્રના ખેડૂતો ચોમાસામાં કપાસ અને મગફળીની ખેતી કરે છે. જ્યારે શિયાળુ પિયતમાં ઘઉં, ધાણા તેમજ ચણાની ખેતી કરતાં હોય છે. પરંતુ આ પાક પાછળ મોટો ખર્ચ અને મહેનત કરવા છતાં પૂરતું ઉત્પાદન મળતું નથી. સાથે જ કપાસમાં ગુલાબી ઈયળોથી નુકસાન સહેવાનો વારો આવતો હોય છે. જેથી અંતે ખેડૂતોને બાગાયત ખેતીમાં રસ પડ્યો છે.

ડ્રેગન ફ્રૂટમાં સહાય માટે 59 અરજી
ડ્રેગન ફ્રૂટની ખેતીને ખર્ચાળ માનવામાં આવે છે. પરંતુ સરકારે ડ્રેગન ફ્રૂટની ખેતી કરતાં ખેડૂતોને સહાય જાહેર કરી હતી. આ માટે છેલ્લા 2 મહિનાથી ખેડૂતો પાસેથી અરજીઓ મગાવવામાં આવી હતી. મહત્તમ અઢી લાખ સુધી મળતી આ સહાય માટે 59 અરજી આવી છે. એટલે કે, જિલ્લામાં નવા 59 ખેડૂત બાગાયત તરફ વળશે.

બાગાયતી પાકનું વાવેતર

જિલ્લોવાવેતર હેક્ટરમાં
કચ્છ1,59,162
સુરેન્દ્રનગર1,21,704
રાજકોટ92,916
જામનગર514,564
પોરબંદર35,946
જૂનાગઢ78,212
અમરેલી27,927
ભાવનગર64,509
મોરબી52,145
બોટાદ10,599
ગીરસોમનાથ33,930
દેવભૂમિ દ્વારકા1,15,458
કુલ8,43,973
અન્ય સમાચારો પણ છે...