કેન્દ્ર સરકારે નવો મરીન ફિશરીઝ બિલ 2021નો ખરડો તૈયાર કર્યો છે જે મંજૂરી અર્થે પસાર કરવામાં આવશે. આ બિલમાં સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરીને ક્રૂરતાની હદ વટાવી દેવાઈ છે તેવું ગુજરાત સરકારના એનિમલ વેલ્ફેર બોર્ડના સભ્ય જ જણાવી વિરોધ કરી રહ્યા છે.
રાજેન્દ્ર શાહ જણાવે છે કે, મરીન ફિશરીઝ બિલનું જીવદયાપ્રેમીઓએ વિશ્લેષણ કર્યું છે અને તેથી જ વિરોધ કરી રહ્યા છે. આ બિલમાં ચેપ્ટર 2(4)માં રીક્રિએશનલ ફિશિંગ, એક્વા સ્પોર્ટસ, મરીન ટૂરિઝમ જેવી એક્ટિવિટીની પરવાનગી અપાઈ છે.
આ બિલમાં રીક્રિએશનલ ફિશિંગનો અર્થ ફિશિંગ ફોર સ્પોર્ટસ ઓર પ્લેઝર એટલે કે આનંદ પ્રમોદ માટે રમત માટે કોઇપણ રીતે માછલી પકડવી કે કાપવી એવો કરાયો છે. જે પ્રોવિઝનલ પ્રિવેન્શન ઓફ ક્રૂઅલ્ટી ટુ એનિમલ એક્ટની વિરુદ્ધ છે જેમાં પ્રાણીઓને બિનજરૂરી દર્દ અને સતામણી આપવા પર પ્રતિબંધ ફરમાવાયો છે આ ઉપરાંત મનોરંજન, આનંદ માટે પ્રાણીઓને ત્રાસ દેવો તે કાયદાની વિરુદ્ધ છે.
પ્રાણીઓને પણ જીવવાનો અધિકાર છે જે સુપ્રીમના એ. નાગરાજ કેસના ચુકાદામાં છે. આ બિલ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ આર્ટિકલ 48, આર્ટિકલ 48(અ)ની વિરુદ્ધમાં છે. બિલ મરીન એન્વાયરન્મેન્ટ, એક્વા કલ્ચર તેમજ સસ્ટેઈનિબિલિટી ઓફ મરીન લાઇફ જેવા અનેક કાયદાની વિરુદ્ધમાં છે તેથી જીવદયાપ્રેમીઓ તેનો વિરોધ કરી રહ્યા છે. તેમ છતાં જો કમનસીબે આ કાયદો બનશે તો સુપ્રીમમાં તેને પડકારાશે તેવું શાહે જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.