તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:વતન જવાની માંગ સાથે પરપ્રાંતીયો ટોળે વળ્યા

રાજકોટ9 મહિનો પહેલા
 • કૉપી લિંક

લોકડાઉન હળવું થતાં અને પરપ્રાંતીયોને તેના વતન મોકલવાની મંજૂરી અપાતા જ પરપ્રાંતીય શ્રમિકો વતન જવા માટે અધીરા બન્યા છે. રાજકોટથી ઉત્તરપ્રદેશ અને બિહારની ટ્રેન દોડાવાઇ રહી છે. હજારો પરપ્રાંતીયોએ વતન જવા માટે તેના નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે અને તેની યાદી પણ તૈયાર થઇ ગઇ છે, જેમ જેમ ટ્રેનની વ્યવસ્થા થાય છે તેમ તેમ પરપ્રાંતીયોને મોકલાઇ રહ્યા છે આમ છતાં ગુરુવારે રાત્રે મવડી વિસ્તારના 500 જેટલા પરપ્રાંતીયો માલવિયાનગર પોલીસ સ્ટેશને દોડી ગયા અને પોતાનો ક્રમ ક્યારે આવશે, કેટલાક લોકોના નામની નોંધ પાછળથી થઇ હોવા છતાં તે વતન જતા રહ્યા હોવા સહિતના આક્ષેપો શરૂ કર્યા હતા. પરપ્રાંતીયો ટોળે વળતાં ઉચ્ચ અધિકારીઓ પણ દોડી ગયા અને આગામી દિવસોમાં ક્રમાનુસાર મોકલાશે તેવી ખાતરી આપતા વિખેરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો