તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્યારે મળશે પાસ?:કલેક્ટર કચેરીમાં પાસ માટે લોકોના ટોળાં ઊમટ્યાં, મોટી સંખ્યામાં એક્સપોર્ટની અરજી પેન્ડિંગ

રાજકોટ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એક્સપોર્ટરોની 1500થી વધુ અરજીઓ પેન્ડિંગ છે ત્યાં નવા અરજદારો મોટી સંખ્યામાં દોડી આવ્યા

રાજ્ય સરકારે તમામ ઉદ્યોગોને શરૂ કરવાની જાહેરાત કરતા બુધવારે સવારથી કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં ઉદ્યોગપતિઓના ટોળેટોળાં ઊમટી પડતા અધિકારીઓ મૂંઝાયા હતા અને બપોર સુધી પરિસ્થિતિ કાબૂમાં ન આવતા અંતે તમામ અરજદારો પાસેથી બારોબાર અરજીઓ લઇ તેમને પોલીસ અને એસઆરપીની મદદથી કલેક્ટર કચેરીમાંથી દૂર કરાયા હતા. રાજકોટ કલેક્ટર કચેરીમાં સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ એરિયા, વાવડી, કોઠારિયા સહિતના વિસ્તારોમાં ઉદ્યોગો ધરાવતા એક્સપોર્ટરો છેલ્લા 10 દિવસથી પાસ માટે હડિયાપટ્ટી કરી રહ્યા છે. એક્સપોર્ટનું કામ કરતા ઉદ્યોગકારો પાસે કરોડો રૂપિયાના ઓર્ડર પેન્ડિંગ હોવા છતાં કલેક્ટર કચેરીમાં પાસ કાઢવાનું કામ કરતા અધિકારીઓ તેમને જવાબ આપતા નથી અને જેમની પાસે એક્સપોર્ટના ઓર્ડર નથી તેવા સંખ્યાબંધ ઉદ્યોગકારોને માત્ર લાગવગના જોરે ઊભા ઊભા બે કલાકમાં પાસ ઇસ્યૂ કરી દેવામાં આવ્યા હતા.  એક્સપોર્ટના કરોડો રૂપિયાના ઓર્ડર કેન્સલ થાય તેવી પરિસ્થિતિ હોવાથી પાસથી વંચિત ઉદ્યોગપતિઓ બુધવારે પણ સવારે દોડી આવ્યા હતા.  મોટાભાગના એગ્રિકલ્ચર ઉત્પાદનો સાથે સંકળાયેલા ઉદ્યોગપતિને જિલ્લા ખેતીવાડી અધિકારીએ તમારી અરજીનો નિકાલ કર્યો નથી તેમ કહી છેલ્લા એક સપ્તાહથી ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે ત્યારે બીજીબાજુ જનસેવા કેન્દ્રના સ્ટાફે અમુક અરજીઓનો સેઇમ ડે માત્ર 2 થી 3 કલાકમાં મંજૂરી આપી નિકાલ કરી નાખ્યાનું પણ બહાર આવ્યું છે. નારાજ ઉદ્યોગપતિઓ તો ત્યાં સુધી કહેતા હતા કે, જો જનસેવા કેન્દ્રના અમુક અધિકારીઓના ફોનની કોલ ડિટેઇલ ચકાસાય તો વચેટિયાઓ અને અમુક ઉદ્યોગપતિઓને ડાયરેક્ટ મંજૂરી અપાયાના પુરાવા પણ તંત્રના ઉચ્ચ અધિકારીઓને મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો