બસ ડેપો ઉમેદવારોથી ઉભરાયો:​​​​​​​રાજકોટમાં LRD પરીક્ષા બાદ એસટી બસપોર્ટ પર ઉમેદવારોની ઘરે જવા માટે પડાપડી, પગ મુકવાની પણ જગ્યા ન હતી

​​​​​​​રાજકોટ3 મહિનો પહેલા
  • ભીડ જોઈ રાજકોટ અમદાવાદ રૂટ પર 21 અને રાજકોટ ભાવનગર રૂટ પર 4 એક્સ્ટ્રા બસ મુકવામાં આવી

આજે રાજકોટમાં 132 કેન્દ્રો પર લોક રક્ષક દળની પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષાને લઈ એસટી બસપોર્ટ પર ઉમેદવારોની ભીડ જોવા મળી હતી. એક સાથે મોટી સંખ્યામાં ઉમેદવારો બસપોર્ટ પહોંચતા ટ્રાફિક જામના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા. આજે રાજકોટ એસટી વિભાગ દ્વારા રાજકોટ અમદાવાદ રૂટ પર 21 અને રાજકોટ ભાવનગર રૂટ પર 4 એક્સ્ટ્રા બસ મુકવામાં આવી હતી.

રાજ્યના 2.95 ઉમેદવારો પરીક્ષા આપી હતી
રાજ્યભરમાંથી લોક રક્ષક દળની પરીક્ષા માટે 2 લાખ 95 હજાર જેટલા ઉમેદવારો પરીક્ષા આપી હતી. જેથી કેટલાક ઉમેદવારોએ એડવાન્સમાં એસ.ટી બસની ટિકિટ બુક કરાવી દીધી હતી. સામાન્ય દિવસોમાં એસ.ટી બસમાં પ્રવાસ માટે દૈનિક 40-45 હજાર જેટલી ટિકિટ એડવાન્સ કે ઓનલાઇન બુક થતી હોય છે.

એસટી વિભાગ દ્વારા 4 એક્સ્ટ્રા બસ મુકવામાં આવી
એસટી વિભાગ દ્વારા 4 એક્સ્ટ્રા બસ મુકવામાં આવી

7 જિલ્લાઓમાં યોજાઈ હતી પરીક્ષા
રાજ્યભરના 7 જિલ્લાઓમાં 954 જેટલા કેન્દ્રો પર શારીરિક કસોટી ઉત્તિર્ણ થયેલા 2.95 લાખ ઉમેદવારોની શાંતિપૂર્ણ માહોલમાં લેખિત પરીક્ષા યોજાઈ હતી. પેપર સરળ પૂછાતા પરીક્ષા આપ્યા બાદ ઉમેદવારોના ચહેરા પર ખુશી જોવા મળી. ઉમેદવારોએ કાયદો અને રેઝનિંગની વધુ તૈયારી કરી હતી, પરંતુ તે અંગેના સવાલ ઓછા હતા, જેની સામે રાજકારણને લગતા સવાલ વધુ હતા. પરીક્ષા દરમિયાન ચોરીની બે ઘટના નોંધાઈ હતી. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે તમામ પોલીસ અધિકારીઓએ પણ પરીક્ષા કેન્દ્રની કરી મુલાકાત લીધી હતી. સવારથી જ LRDની પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...