તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Crimes Were Registered Against The BJP City President And Minister For Celebrating A Birthday Party At The Janseva Kendra In Gondal

કાર્યવાહી:ગોંડલમાં જનસેવા કેન્દ્રમાં બર્થડે પાર્ટી ઉજવનાર ભાજપ શહેર પ્રમુખ અને મંત્રી વિરુદ્ધ ગુન્હો નોંધાયો

ગોંડલ8 દિવસ પહેલા
  • સિટી પોલીસના PSO પર ફરજ પ્રત્યે બેદરકારી દાખવવાનો આક્ષેપ

ગોંડલના જેલચોક વિસ્તારમાં આવેલું જનસેવા કેન્દ્ર ભાજપના નેતાઓ માટે જલ્સા કેન્દ્ર બની ગયું હોય તેવા દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. ગોંડલ શહેર ભાજપ પ્રમુખ અને શહેર ભાજપ મંત્રીના જન્મદિવસની ઉજવણી જનસેવા કેન્દ્રમાં કેક કાપીને કરવામાં આવી હતી. જેમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોની ઐતીતૈસી કરી નાખી હતી. તેમજ ભાજપના નેતાઓ માસ્ક વગર જોવા મળ્યા હતા.આ વિડીયો અને ફોટા સોશિયલ મીડિયામાં વાઈરલ થતા સીટી પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

બંને આગેવાનો વિરુદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો નોંધાયો
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ નગરપાલિકાના જેલચોકના જનસેવા કેન્દ્રમાં શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ દુધત્રા અને શહેર ભાજપ મંત્રી બીપીનભાઈ નિમાવતનો જન્મદિવસ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવવાની સાથે દબદબાભેર ઉજવાયો હતો. જેમાં શોકબકોર સાથે કેક કપાય હતી અને ગિફ્ટો આપવામાં આવી હતી. છેલ્લા બે મહિનામાં કોરોનાથી હજારથી પણ વધુ લોકોના મોત થયા છે અને ઘરે ઘરે શોકનું વાતાવરણ છે ત્યારે ભાજપના નેતાઓએ જન્મદિવસની ઉજવણી કરી કરી છે સરકારની ગાઈડલાઇનનો ઉલાળિયો કર્યો હતો.સમગ્ર ઘટના પોલીસના ધ્યાને આવતા પી.આઈ એસ એમ જાડેજા દ્વારા તપાસના આદેશ અપાયા હતા અને બંને આગેવાનો વિરુદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો નોંધાયો હતો.

જન્મ દિવસની ઉજવણીમાં સરકારની ગાઈડલાઈન ભૂલાઇ.
જન્મ દિવસની ઉજવણીમાં સરકારની ગાઈડલાઈન ભૂલાઇ.

સિટી પોલીસના PSO પર ફરજ પ્રત્યે બેદરકારી દાખવવાનો આક્ષેપ
અત્રે એ ઉલ્લેખનીય છે કે પોલીસ મથકમાં પોલીસ સ્ટેશન ઓફિસર તરીકે ફરજ બજાવતા રેશ્માબેન દ્વારા નેતાઓના જલસા બનાવ અંગે પૂછપરછ કરાતા લાજ કાઢવામાં આવી હતી અને ઓનલાઇન માહિતી જોઈ લેશો તેઓ ઉભડો જવાબ અપાયો હતો અને ટેલિફોનનું રીસીવર સાઈડમાં મુકી ફરજ પ્રત્યે બેદરકારી દાખવવામાં આવી હતી.આ બનાવ અંગે ઉચ્ચ અધિકારીને જાણ કરવામાં આવી હતી.

સોશિયલ ડિસ્ટન્સનો ભંગ.
સોશિયલ ડિસ્ટન્સનો ભંગ.

વિકટ પરિસ્થિતિમાં નેતાઓ ગાયબ હતા
આ જલ્સા કેન્દ્રમાં જલ્સો કરતા પાલિકાના સદસ્યો અને ભાજપના હોદેદારો પણ હાજર રહ્યાં હતા. આવા જલસે જલસા કરનાર આગેવાનોને લોકો પૂછી રહ્યાં છે કે, કોરોનાની વિકટ પરિસ્થિતિમાં ક્યાં ખોવાઈ ગયા હતા. માસ્ક ન પહેર્યા હોય એને પોલીસ હજાર-હજાર રૂપિયાના દંડ આપે છે. શું આ ભાજપની જલ્સા પાર્ટીને દંડ આપશે? તેવો સવાલ લોકોમાં ઉઠ્યો છે. કોરોના સમયે લોકો ઓક્સિજન અને બેડ માટે રઝળપાટ કરી રહ્યા હતા ત્યારે ભાજપના નેતાઓ બહાર નીકળ્યા નહોતા. હવે કોરોના હળવો થતા જ નેતાઓ દેખા આપી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...