તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુછ દિન તો ગુજારો ઇસ ગાંવ મેં:વ્યસનમુક્ત રાજકોટના રાજસમઢિયાળા ગામમાં 30 વર્ષથી ક્રાઇમ રેટ ઝીરો; આખું ગામ વાઈ-ફાઈ અને સીસીટીવી કેમેરાથી સજ્જ

રાજકોટ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
આખા ગામના ખૂણે ખૂણે સીસીટીવી કેમેરાથી સજ્જ છે. - Divya Bhaskar
આખા ગામના ખૂણે ખૂણે સીસીટીવી કેમેરાથી સજ્જ છે.
 • 2005થી ગામ પ્લાસ્ટિક મુક્ત બન્યું, ગામના નિયમો જ કાયદો અને લોકઅદાલત જ સુપ્રિમ
 • આટલા વર્ષોના ઈતિહાસમાં ક્યારેય ગ્રામપંચાયતની ચૂંટણી નથી કરવી પડી
 • કોઇ વ્યક્તિ વસ્તુ ખરીદે તો પેકેટ પર તેનું નામ લખાય જેથી કોણે ફેંકયું તે ખબર પડે

રાજકોટથી આશરે 22 કિલોમીટર દૂર આવેલું રાજસમઢીયાળા એવું ગામ છે જેના માટે એવું કહેવાનું મન થાય કે કુછ દિન તો ગુજારો ઇસ ગાંવ મેં. આ એવું ગામ છે જ્યાં આટલા વર્ષોના ઈતિહાસમાં ક્યારેય ગ્રામ પંચાયતની ચુંટણી કરવી પડી નથી, ગામના લોકો આપસી સહમતીથી જ ગ્રામ પંચાયતની બોડી નક્કી કરે છે અને મહિલાઓ દ્વારા જ ગ્રામ પંચાયતનું સંચાલન થાય છે.

આ ગામની લોકઅદાલતો સુપ્રિમ
આ ગામમાં છેલ્લા ૩૦ વર્ષથી ક્રાઈમ રેટ ઝીરો છે એટલે કે આટલા વર્ષમાં ક્યારેય અહીં પોલીસની જીપ નથી આવી કે કોઈ ગુનો નથી નોંધાયો. ગામ લોકો અને પંચાયતે નક્કી કરેલા નિયમો જ આં ગામનો કાયદો છે અને અહીંની લોક અદાલત જ ગ્રામજનો માટે સુપ્રિમ છે. ગ્રામજનોએ ક્યારેય કોર્ટના પગથીયા પણ ચઢવા પડ્યા નથી કારણ કે અહીંની લોક અદાલત અને ગ્રામ પંચાયતની કમિટી જ ન્યાય કરે છે.

ગામમાં ગંદકી કરનારને દંડની જોગવાઈ
રાજ સમઢીયાળા ગામની કાયાપલટ કરનાર હરદેવસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આખું ગામ વાઈ-ફાઈ અને સીસીટીવી કેમેરાથી સજ્જ છે. વર્ષીથી આ ગામ પ્લાસ્ટિક અને વ્યસન મુક્ત છે. અહીં દરેક વ્યક્તિને કોઈપણ વસ્તુની ખરીદી કરે તો તે વસ્તુના પેકેટ ઉપર જ ખરીદી કરનારનું નામ લખવામાં આવે છે જેથી જો પ્લાસ્ટિક ક્યાંય ફેંક્યું હોય તો કોણે ફેક્યું તે જાણી શકાય. અહીં વ્યસન કરનાર કે જ્યાં-ત્યાં ગંદકી કરનારને દંડ કરવાની જોગવાઈ છે.

દરેક ગ્રામજનોના સહકારથી શક્ય બન્યું છે
રાજ સમઢિયાળા ગામમાં આજે જે કઈ ઉપલબ્ધિ મેળવી છે તે આ ગામના દરેક ગ્રામજનોના સહકારથી જ મળી છે. બીજું કે રાજકીય કોઈ ફાટા પડેલા નથી. દરેક વ્યક્તિ હળીમળીને કામ કરે, દરેક સુવિધાથી ગ્રામજનોને સંતોષ છે. - ભાવનાબેન અશોકભાઈ વઘેરા, સરપંચ

રાજ્યના પ્રથમ આર્દશ ગામની વિશેષતાઓ
પ્રાથમિક-માધ્યમિક શાળા, આંગણવાડી, PHC સેન્ટર, સબ પોસ્ટઓફીસ, વોટર સપ્લાય, સોલાર સ્ટ્રીટ લાઈટ, અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈન, સિમેન્ટના રોડ, કચરો ફેંકનાર, ચોરી-વ્યસન કરનાર, વૃક્ષ કાપનારને દંડની જોગવાઈ છે. ઝઘડા, મતભેદ અને તકરાર હોય તો બધાના સમાધાન કમિટી જ કરે છે.

ગામને આટલા એવોર્ડ મળ્યા

 • બેસ્ટ સરપંચ એવોર્ડ (જીલ્લા કક્ષાનો)
 • બેસ્ટ વોટર હાર્વેસ્ટિંગનો એવોર્ડ(રાજ્યકક્ષાનો )
 • બેસ્ટ ખેડૂતનો એવોર્ડ (રાજ્યકક્ષાનો)
 • વિલેજ ડેવલોપમેન્ટ એવોર્ડ (નેશનલ એવોર્ડ)
 • નિર્મલ ગ્રામ એવોર્ડ
 • તીર્થગ્રામ એવોર્ડ
 • સમરસ ગ્રામ પંચાયત એવોર્ડ
 • શ્રેષ્ઠ ગ્રામપંચાયત એવોર્ડ (જીલ્લાકક્ષાનો )
 • સ્વચ્છતા માટે સ્વર્ણિમ ગ્રામ એવોર્ડ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો