તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બે સ્પાના સંચાલક સહિત સાત સામે જાહેરનામા ભંગનો ગુનો

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં આંશિક લોકડાઉન હોવા છતાં નિયમોનો ઉલાળિયો કરી ધંધો રોજગાર ચાલુ રાખનાર સામે પોલીસે કાર્યવાહી કરી હતી. તાલુકા પોલીસે બિગબજાર પાછળ ન્યૂ મારુતિ સોસાયટીમાં આવેલા ઝારા સ્પાના સંચાલક હરેશ વશરામ પરમાર, નીલા સ્પાના સંચાલક સંદીપ ધીરજ હિરપરા તેમજ મોમાઇ ટી સ્ટોલ એન્ડ કોલ્ડ્રીંક્સના સંચાલક જયેશ દિનેશ સરસિયા, હરસિદ્ધિ કૃપા પાન નામની દુકાન ધરાવતા અર્જુન જગુ ટારિયા અને માધવ વાટિકા પાસે ચાની હોટેલ ધરાવતા અજીત બાલુ પરમાર સામે જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરી હતી.

તેમજ અંબિકા ટાઉનશિપમાં આવેલા આકૃતિ એપાર્ટમેન્ટમાં રહેતા કુલદીપ દેવજી મેદપરા અને ન્યૂ સત્યસાંઇ હોસ્પિટલ પાસેના કાસાકોપર એપાર્મેન્ટમાં રહેતા દેવાંગ દિનેશ અમીપરાએ ક્વોરન્ટાઇનનો ભંગ કરતાં તેની સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...