LIVE દરોડા:રાજકોટમાં ધોળા દિવસે ચાલતા જુગારધામ પર ક્રાઇમ બ્રાન્ચની ટીમ રીક્ષા લઈને ત્રાટકી, ફિલ્મી ઢબે એક મહિલા સહિત 3ની ધરપકડ કરી

રાજકોટ5 મહિનો પહેલા
ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુગારીઓને પકડી પાડવા રીક્ષાનો સહારો લેવામાં આવ્યો
  • સિવિલ ડ્રેસમાં આવેલી પોલીસને જોઈને અન્ય બે થી ત્રણ ઈસમો નાસી છૂટ્યા

રાજકોટ શહેરી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા જુગારીઓ પર તવાઈ બોલાવવા માટે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે નવો નુસકો અપનાવ્યો હતો. આજે બપોરના સમયે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મવડી વિસ્તારમાં રેલવે ટ્રેક નજીક જાહેરમાં જુગાર રમતા જુગારીઓને પકડી પાડવા રીક્ષાનો સહારો લેવામાં આવ્યો હતો. જ્યાં રિક્ષામાં બેસી ક્રાઇમ બ્રાન્ચની ટીમ ધોળા દિવસે ચાલતા જુગાર પર ત્રાટકી હતી અને ફિલ્મી ઢબે એક મહિલા સહિત 3ને પકડ્યા હતા.

ક્રાઇમ બ્રાન્ચની ટીમ ધોળા દિવસે ચાલતા જુગાર પર ત્રાટકી
ક્રાઇમ બ્રાન્ચની ટીમ ધોળા દિવસે ચાલતા જુગાર પર ત્રાટકી
ફિલ્મી ઢબે એક મહિલા સહિત 3ને પકડ્યા હતા
ફિલ્મી ઢબે એક મહિલા સહિત 3ને પકડ્યા હતા

રીક્ષા પણ કોન્સ્ટેબલે જ ચલાવી
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરના મવડી પ્લોટ વિસ્તારમાં રેલવે ટ્રેક નજીક જાહેરમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે દ્વારા નવો નુસખો અપનાવી રીક્ષામાં બેસી રેઈડ કરવામાં આવી હતી જે રીક્ષા પણ ક્રાઇમ બ્રાન્ચના જ એક કોન્સ્ટેબલ દ્વારા ચલાવવામાં આવી હતી.આમ છતાં ઘટના સ્થળે પહોંચતા પોલીસ પ્રત્યેક જુગારીઓ સુધી પહોંચે તે પહેલા કેટલાક જુગારીઓ નાસી છૂટ્યા હતા.

રાજકોટ શહેરના મવડી પ્લોટ વિસ્તારમાં રેલવે ટ્રેક નજીક જાહેરમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી
રાજકોટ શહેરના મવડી પ્લોટ વિસ્તારમાં રેલવે ટ્રેક નજીક જાહેરમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી

ક્રાઇમ બ્રાન્ચને જુગારીઓએ સફળતા મેળવવા ન દીધી
ક્રાઇમ બ્રાન્ચે સ્થળ પરથી એક મહિલા સહીત 3ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે મહત્વની વાત એ છે કે પોલીસ વાન જોઈ જુગારીઓ નાસી જસે તેવા વિચારથી જુગારીઓ પકડવા ગયેલી ક્રાઇમ બ્રાન્ચને જુગારીઓએ સફળતા મેળવવા દીધી ન હતી. સિવિલ ડ્રેસમાં આવેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોઈને અન્ય બે થી ત્રણ ઈસમો નાસી છૂટ્યા.

ક્રાઇમ બ્રાન્ચે સ્થળ પરથી એક મહિલા સહીત 3ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ક્રાઇમ બ્રાન્ચે સ્થળ પરથી એક મહિલા સહીત 3ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી