ક્રાઇમ:રાજકોટના ગુંદા ગામના પાટીયા પાસેથી ક્રાઇમ બ્રાન્ચે 5 લાખની કિંમતનો 900 બોટલ વિદેશી દારૂ ઝડપ્યો, એક શખસની ધરપકડ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુંદા ગામના પાટીયા પાસેથી ટેમ્પોમાં ભરેલા દારૂ સાથે શખસની ધરપકડ. - Divya Bhaskar
ગુંદા ગામના પાટીયા પાસેથી ટેમ્પોમાં ભરેલા દારૂ સાથે શખસની ધરપકડ.
  • ભગવતીપરામાં એક્સેસમાંથી ભારતીય બનાવટનો 12 બોટલ દારુ સાથે શખસની ધરપકડ

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે રાજકોટ કુવાડવા હાઇવે પર ગુંદા ગામના પાટીયા પાસેથી ટેમ્પોમાંથી દારૂનો જથ્થો પકડી લીધો છે. તેમજ સાથે દિનેશ મોહનભાઇ મેઘવાળ નામના શખસની ધરપકડ કરી છે. પોલીસે 900 બોટલ અલગ અલગ વિદેશી દારૂ સાથે કુલ 8,66,000 નો મુદામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડેલો મુદ્દામાલ
1. ઓરીજીનલ વ્હિસ્કીની 840 બોટલ- કિંમત-3,36000
2. રોયલ ચેલેન્જ વ્હિસ્કીની 60 બોટલ- 1,80,000
3. ટેમ્પો-કિંમત-3,50,000
કુલ મુદ્દામાલ-8,66,000

ભગવતીપરામાં 12 બોટલ દારૂ સાથે શખસ ઝડપાયો.
ભગવતીપરામાં 12 બોટલ દારૂ સાથે શખસ ઝડપાયો.

એક ડઝન વિદેશી દારૂ સાથે બાઇકમાં જતો શખસ ઝડપાયો
જ્યારે બી ડિવિઝન પોલીસે ભગવતીપરા વિનાયક ફ્લેટ બાજુના રોડ ઉપર એક્સેસ બાઇકમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારુની બોટલો સાથે માહિદ અનવરભાઇ જુણેજા પકડી લઈ તેની પાસેથી મેક્વિનરોષ સિલ્વર એડિશન વ્હિસ્કીની 12 બોટલ કબ્જે કરી છે. જેની કિંમત રૂ.8400 તથા એક્સેસ સહિત કુલ 64,400નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.