તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:રેશનિંગના 2500 કિલો ઘઉં બારોબાર વેચાય તે પૂર્વે ક્રાઇમ બ્રાંચે પકડી પાડ્યા

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નવા યાર્ડથી નીકળેલી પિકઅપ વાન ગ્રીનલેન્ડ ચોકડી પાસે પકડી પાડી

રેશનકાર્ડ પર આપાતા અનાજનો જથ્થો બારોબાર ઊંચા ભાવે વેચી નાખવાના કૌભાંડો સમયાંતરે પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે એક પિકઅપ વાનમાં રેશનિંગના ઘઉં બારોબાર વેચાણ માટે જઇ રહ્યો હોવાની ક્રાઇમ બ્રાંચને માહિતી મળી હતી. જેના આધારે પીએસઆઇ પી.બી.જેબલિયા સહિતની ટીમે ગ્રીનલેન્ડ ચોકડી પાસે વોચ ગોઠવી માહિતી મુજબના પિકઅપ વાનને આંતર્યુ હતું. પીકઅપ વાનમાં તપાસ કરતા પાછળના ભાગે આશરે 2500 કિલો ઘઉંના 50 બાચકા મળી આવ્યા હતા. અડધા લાખની કિંમતના ઘઉં, વાહન કબજે લઇ પોલીસ હેડ ક્વાર્ટરની બાજુમાં બાલકદાસ સોસાયટી-1માં રહેતા નટવર બાબુ પારિયા નામના ચાલકની અટકાયત કરી હતી. ચાલક નટવરની પૂછપરછ કરતા ઘઉંનો જથ્થો રેશનિંગનો હોવાનું અને તે મોરબી રોડ પર આવેલા નવા માર્કેટ યાર્ડ પાસેથી ઘઉંના બાચકા ભર્યાનું તેમજ પેડક રોડ પર પહોંચી રાજુ નામના શખ્સને ફોન કરી જથ્થો ઉતારવાનું સ્થળ જણાવવાના હોવાની કેફિયત આપી છે. કબજે કરાયેલો ઘઉંનો જથ્થો રેશનિંગનો હોવાથી કલેક્ટર તંત્રના પુરવઠા વિભાગને જાણ કરવામાં આવી છે. પુરવઠા વિભાગની તપાસ બાદ રેશનિંગના ઘઉંનું બારોબાર વેચવાના કૌભાંડની ફરિયાદ નોંધાશે તેમ પોલીસ અધિકારીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...