• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Crime Branch In Rajkot Arrests 9th Standard Pass Bogus Doctor, Accused Has Been Tampering With People's Health For Last Two Years

આરોગ્ય સાથે ચેડા:રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચે 9 ધોરણ પાસ બોગસ ડોક્ટરની ધરપકડ કરી, આરોપી છેલ્લા બે વર્ષથી લોકો સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
બોગસ ડોક્ટર નિપુ મલિક - Divya Bhaskar
બોગસ ડોક્ટર નિપુ મલિક
  • દવા-ઇન્જેકશન્સ, બ્લડપ્રેશર માપવાના સાધનો સહિત રૂ.18,422નો મુદામાલ કબ્જે
  • આરોગ્ય વિભાગની આળસ કે મિલી ભગત !

રાજકોટ શહેરમાં 8, 10 કે 12 ચોપડી પાસ અથવા તો કમ્પાઉન્ડરનો અનુભવ ધરાવતા અનેક બોગસ ડોક્ટરની રાજકોટ પોલીસે ધરપકડ કરી છે ત્યારે વધુ એક બોગસ ડોક્ટરની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે જેમાં 9 ચોપડી પાસ આરોપી છેલ્લા બે વર્ષથી પોતાની જાતને ડોકટર કહી ક્લિનિક ખોલી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હોવાનું સામે આવ્યું છે.

ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડ્યો
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલ ચોક્કસ બાતમીના આધારે શહેરના કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં દરોડો કરી બોગસ ડોકટરના ક્લિનિક પર તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં 9 ધોરણ પાસ આરોપી બોગસ ડોકટર બની કોઇ પણ જાતની ડીગ્રી કે સર્ટિફિકેટ વગર લોકોને દવા આપી સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ક્લિનિક ખાતે દરોડો કરી મૂળ પશ્ચિમ બંગાળના અને હાલ રાજકોટમાં રહેતા આરોપી બોગસ ડોકટર નિપુ મલિકની ધરપકડ કરી અલગ અલગ દવા તેમજ ઇન્જેક્શન જથ્થો કબજે કરી કુલ રૂ.18,422નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ક્રાઇમ બ્રાન્ચે બોગસ ડોકટર તરીકે ધરપકડ કરી
પોલીસ તપાસમાં આરોપી બોગસ ડોકટર મૂળ પશ્ચિમ બંગાળનો હોવાનું અને છેલ્લા બે વર્ષથી રાજકોટમાં ક્લિનિક ખોલી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત આરોપી બોગસ ડોકટર દર્દીને ચકાસવા માટે એક દર્દી પાસેથી 50 રૂપિયા ફી લેતો હોવાનું સામે આવ્યું છે.ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી બોગસ ડોકટર અગાઉ પણ 20 જુલાઇ ના રોજ આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે બોગસ ડોકટર તરીકે પકડાય ચુક્યો છે જે બાદ ફરી ક્લિનિક શરૂ કરતાં આજે ક્રાઇમ બ્રાન્ચે બોગસ ડોકટર તરીકે ધરપકડ કરી હતી.

આરોગ્ય વિભાગની આળસ કે મિલી ભગત !
રાજકોટ શહેર પોલીસ દ્વારા ચોક્કસ બાતમીના આધારે રેડ કરી સ્લમ તેમજ પછાત અને અંતરિયાળ વિસ્તારમાં બની બેઠેલા બોગસ ડોકટરોને પકડી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. જો કે આ કામગીરી આરોગ્ય વિભાગે પણ કરવી જોઇએ પરંતુ ક્યાંક આરોગ્ય વિભાગની આળસ કે મિલી ભગતના કારણે આ કામગીરી પોલીસને કરવી પડી રહી છે.