બાયોડીઝલનો વેપલો:વાંકાનેર તાલુકાના ખેરવા ગામે ક્રાઇમ બ્રાન્ચે સ્ટોરેજ ટેન્કમાંથી 400 લીટર બાયોડીઝલ સાથે બે શખ્સોની ધરપકડ કરી, રૂ.19.50 લાખનો મુદામાલ કબ્જે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્ટોરેજ ટેન્કમાંથી 400 લીટર બાયોડીઝલ મળ્યું - Divya Bhaskar
સ્ટોરેજ ટેન્કમાંથી 400 લીટર બાયોડીઝલ મળ્યું
  • ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં રાજકોટના પ્રફુલ ચોવટિયા અને મોરબીના યુસુફ મિયાણાના નામ ખુલ્યા
  • નકલી મનાતો બાયોડીઝલનો જથ્થો કયાંથી લાવ્યા? અને કોને કોને સપ્લાય કરતાં હતાં તે અંગે તપાસ શરુ

રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા ગેરકાયદે બાયોડીઝલના વેચાણ કે સંગ્રહ પર કડક કાર્યવાહી કરવા સૂચના આપવા છતાં આજે પણ રાજકોટ જિલ્લામાં બાયોડીઝલના ગેરકાયદે પમ્પ ચાલી રહ્યાં છે. ત્યારે ફરી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદે બાયોડિઝલનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં વાંકાનેર તાલુકાના ખેરવા ગામે દરોડો પાડીને સ્ટોરેજ ટેન્કમાંથી 400 લીટર બાયોડીઝલ સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. અને રૂ.19.50 લાખનો મુદામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટના પ્રફુલ ચોવટિયા અને મોરબીના યુસુફ મિયાણાનું નામ ખુલવા પામ્યું છે
પ્રાપ્ત માહિતી અનુસાર આજે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વાંકાનેર તાલુકાના ખેરવા ગામે કેરબામાં જ્વલંતશીલ ગેરકાયદે બાયોડિઝલ જથ્થો મળી આવતા તપાસ હાથ ધરતા આગળના ભાગેથી સ્ટોરેજ ટેન્ક મળી આવેલ હતી. જેમાં 400 લીટર બાયોડિઝલ જથ્થા સાથે કુલ રૂ.19 લાખ 50 હજારનો મુદ્દામાલ મળી આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડેલ બાયોડિઝલ જથ્થા માં રાજકોટના પ્રફુલ ચોવટિયા અને મોરબીના યુસુફ મિયાણાનું નામ ખુલવા પામ્યું છે. પોલીસે ગુનો દાખલ કરી મોરબી પુરવઠા વિભાગ અને FSLને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ક્રાઇમ બ્રાન્ચે નકલી મનાતો બાયોડીઝલનો જથ્થો કયાંથી લાવ્યા? અને કોને કોને સપ્લાય કરતાં હતાં તે અંગે તપાસ શરુ કરી છે.

સ્ટોરેજ ટેન્કમાંથી 400 લીટર બાયોડીઝલ મળ્યું
સ્ટોરેજ ટેન્કમાંથી 400 લીટર બાયોડીઝલ મળ્યું

ટેન્કરના બદલે હવે માલવાહક કે આવા વાહનોમાં રાત્રે હેરાફેરી
પુરવઠા વિભાગના દરોડા બાદ ચોક્કસના બની ગયેલા ધંધાર્થીઓએ સરા જાહેર અડ્ડા, પંપો બધં કરી દીધા છે પરંતુ પીપ, કેરબા કે અન્ય વાહનોમાં હેરફેરની છૂપી સીસ્ટમ ચાલુ કરી છે. મોડી રાત્રીથી વહેલી સવાર સુધી ડેલાઓ કે આવા સ્થળોએથી ટેન્કર સિવાયના માલવાહક કે આવા વાહનોમાં પ્લાસ્ટિકની ટાંકીઓમાં જથ્થો ભરી લવાય છે. અને શહેરમાં ચોક્કસ સ્થળોએ પહોંચાડી દેવાતો હોવાનો આ વધુ એક પુરાવો છે.

અન્ય સમાચારો પણ છે...