અપહરણ બાદ મુક્તિ:રાજકોટના આજીડેમ વિસ્તારમાંથી ગુમ થયેલી 8 વર્ષની બાળકીને ગણતરીના કલાકોમાં ક્રાઇમ બ્રાન્ચે ગોંડલથી શોધી કાઢી

રાજકોટ2 મહિનો પહેલા
બાળકીની ફાઈલ તસવીર
  • પરિવારજનોનો આક્ષેપ, 5 દિવસ પહેલા બાજુમાં રહેવા આવેલા બિહારી શખ્સે તેનું અપહરણ કર્યું હતું

રાજકોટમાં આજીડેમ વિસ્તારમાંથી 8 વર્ષની બાળકીનું અપહરણ થયાની ઘટના સામે આવી હતી. આ મુદ્દે રાજકોટ DCP અને ACP સહિત નો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. અને તપાસ હાથ ધરી હતી. જેને પગલે શહેર અને અન્ય જિલ્લામાં પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવી હતી અને ગણતરીના કલાકોમાં ક્રાઇમ બ્રાન્ચે તેને ગોંડલથી શોધી કાઢી હતી. આ અંગે પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે 5 દિવસથી બાજુમાં રહેવા આવેલા બિહારી શખ્સે તેનું અપહરણ કર્યું હતું. હાલ પોલીસ દ્વાર આ દિશા માં તપાસ શરૂ કરવામાં આવી છે.

આજીડેમ વિસ્તારમાંથી 8 વર્ષની બાળકીનું અપહરણ થયાની ઘટના સામે આવી
આજીડેમ વિસ્તારમાંથી 8 વર્ષની બાળકીનું અપહરણ થયાની ઘટના સામે આવી

અપહરણકર્તા પાડોશી આશાપુરા ચોકડીએ મૂકીને નાસી ગયો
રાજકોટથી અપહરણ કરવામાં આવેલી બાળકી ગોંડલની આશાપુરા ચોકડી ખાતેથી મળી આવી છે. આ મુદ્દે બાળકીએ પોલીસને જણાવ્યું હતું કે તેને અપહરણકર્તા પાડોશી આશાપુરા ચોકડીએ મૂકીને નાસી ગયો હતો. ત્યારબાદ જાગૃત નાગરિકોને બાળકી મળી આવતા તેણે 181 અભયમની ટીમને જાણ કરતા 181 અભયમ દ્વારા બાળકીની સાર સંભાળ લેવામાં આવી હતી અને તેને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવી હતી. જ્યાં બાળકીએ સમગ્ર ઘટના અંગે પોલીસને જણાવ્યું હતું. હાલ પોલીસ દ્વારા આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે.

અમે તેને સવારે દવાખાને લઈ ગયા હતા : બાળકીની માતા
આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટમાં આજીડેમ વિસ્તાર પાસે આવેલા માંડા ડુંગર વિસ્તારમાંથી 8 વર્ષની બાળકીનું અપહરણ થયાની ફરિયાદ આજીડેમ પોલીસ મથકમાં દાખલ થઈ હતી. જેમાં બાળકીની માતાએ જણાવ્યું હતું કે, મારી પુત્રીને સવારે તાવ આવ્યો હતો. તેથી અમે તેને સવારે દવાખાને લઈ ગયા હતા. પાછા આવ્યા બાદ અમારી બાળકી ઘરે હતી. પરંતુ 5 દિવસ પહેલા પાડોશમાં રહેવા આવેલો 40 વર્ષીય બિહારી શખ્સ તેને ઉઠાવી ગયો છે કારણ કે એ તેની આસપાસ ફરતો હતો. ઉલ્લેખનીય છે કે હાલ બાળકી સુરક્ષિત છે અને ગોંડલ શહેર પોલીસ સ્ટેશનની દેખરેખમાં છે.

પરિવારજનોનો આક્ષેપ, 5 દિવસ પહેલા બાજુમાં રહેવા આવેલા બિહારી શખ્સે તેનું અપહરણ કર્યું હતું
પરિવારજનોનો આક્ષેપ, 5 દિવસ પહેલા બાજુમાં રહેવા આવેલા બિહારી શખ્સે તેનું અપહરણ કર્યું હતું

2 મહિના પહેલા અમદાવાદ આવી જ ઘટના બની
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં આજથી 2 મહિના પહેલા અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાંથી એક દિવસની નવજાત બાળકીનું અપહરણ થયું હતું. હોસ્પિટલના ત્રીજા માળે આવેલા વોર્ડમાંથી કોઈ અજાણી વ્યક્તિ બાળકીને ઉઠાવી ગઈ હતી. ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી, સાથે અમદાવાદ સોલા પોલીસે પોતાના બાતમીદારોની મદદથી બાળકીનું અપહરણ કરનારી મહિલાને જુહાપુરા વિસ્તારમાંથી ઝડપી પાડી છે. પોલીસે મહિલા પાસેથી બાળકી લઈ પરિવારને સોંપી દીધી છે તેમજ મહિલા વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી.

બાળકી અંગે 181ને જાણ કરનાર ભૂપતભાઇ
બાળકી અંગે 181ને જાણ કરનાર ભૂપતભાઇ

પેટ્રોલ પૂરાવીને આવું તેમ કહી બાળકીને મૂકીને જતો રહ્યો
બાળકીએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે, પાડોશી રાજુ લેબોરેટરીએ લઇ જવાનું કહી બાઇકમાં બેસાડીને રવાના થયો હતો, ઘરેથી નીકળ્યા બાદ તે દૂર સુધી લઇ આવ્યો હતો અને ગોંડલ નજીક આશાપુરા ચોકડીએ પહોંચતા રાજુએ બાઇક ઊભું રાખ્યું હતું અને બાળકીને ઉતારી દીધી હતી, પેટ્રોલ પૂરાવીને આવું તેમ કહીને રાજુ ત્યાંથી રવાના થઇ ગયો હતો, કલાકો સુધી તે પરત નહીં આવતા બાળકી રડવા લાગી હતી, અને અંતે રિક્ષાચાલકની જાગૃતતાથી તેનું પરિવારજનો સાથે મિલન થયું હતું.