તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બુટલેગરોનો નવો કીમિયો:રાજકોટમાં માસ્કના રો-મટીરીયલની આડમાં દારૂની હેરાફેરી, આરોપીની 396 નંગ વિદેશી દારુ બોટલ સાથે ધરપકડ

રાજકોટએક મહિનો પહેલા
  • 9 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે
  • આરોપી મૂળ યુપીનો વતની

રાજકોટ શહેરમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરોએ અનોખો નુસકો શોધી કાઢ્યો છે. બુટલેગરો હવે માસ્કના રો-મટીરીયલની આડમાં દારૂની હેરાફેરી કરવાની શરૂઆત કરતા મૂળ યુપીના આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરીને એક આઇસર અને અલગ બ્રાન્ડની 396 નંગ વિદેશી દારુ બોટલ મળી કુલ 9,42,400 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ આ અંગે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.

માસ્કના રો-મટીરીયલના નામે દારૂનો વેપલો
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર પોલીસે ચોક્કસ બાતમીના આઘારે ગત મોડી રાત્રીના મોરબી રોડ બાયપાસ બેડી ચોક પાસે આરોપીને પકડવા વોચ ગોઠવી હતી.એ સમયે આઇસરમાં સવાર આરોપી ત્યાંથી પસાર થતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની આઇસર રોકવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરતા આરોપીએ આઇસરમાં માસ્ક નું રો-મટીરીયલ છે તેમ જણાવ્યું હતું

આરોપી મૂળ યુપીનો વતની
આ અંગે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા તપાસ કરતા આઇસરમાંથી 396 નંગ વિદેશી દારુ બોટલ મળી આવી હતી જેની કિંમત અંદાજે રૂપિયા 9,42,400 છે. આરોપી આરોપી ઇરફાનઅલી સૈયદ મૂળ યુપીનો વતની છે. તે આ દારુ જથ્થો ક્યાંથી લાવી કોને પહોંચાડવાનો હતો તે અંગે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો