તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રાજકોટ LIVE:24 કલાકમાં 37 મોત, આજે નવા કેસ 315ને પાર, કોવિશિલ્ડ વેક્સિનનો બીજો ડોઝ પ્રથમ ડોઝ લીધાના 84 દિવસ બાદ લેવાનો રહેશે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રવીન્દ્ર જાડેજા અને રિવાબાએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો. - Divya Bhaskar
રવીન્દ્ર જાડેજા અને રિવાબાએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો.
  • શહેરમાં કુલ કેસની સંખ્યા 38,869 પર પહોંચી, 2624 દર્દી સારવાર હેઠળ

ક્રિકેટર રવીન્દ્ર જાડેજા અને તેની પત્ની રિવાબાએ રાજકોટમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. પ્રથમ ડોઝ લીધાની તસવીરો સોશિયલ મીડિયામાં પણ વાઇરલ કરી છે. બંનેને વેક્સિન સુરક્ષિત છે અને લોકોએ વેક્સિન અવશ્ય લેવી જોઈએ તેવી અપીલ પણ કરી હતી. રાજકોટમાં 24 કલાકમાં 37 દર્દીના મોત નીપજ્યા છે. જોકે આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. રાજકોટમાં આજે નવા 315 કેસ નોંધાયા છે.શહેરમાં આજે 18 થી 45 વર્ષના 4714 લોકોને વેકસીન આપવામાં આવી છે રાજકોટ શહેરમાં ચાલી રહેલી વેકસીનેસનની કામગીરી અંતર્ગત જે લોકોએ કોવિશિલ્ડ વેકસીન લીધી છે તેમને વેકસીનનો બીજો ડોઝ 12-16 અઠવાડિયા દરમ્યાન અર્થાત પ્રથમ ડોઝ લીધાના 84 દિવસ બાદ લેવાનો રહેશે. હાલ ચાલી રહેલા 18થી 44 વર્ષના લોકોના વેક્સિનેશન માટે હવેથી સાંજે 5 કલાકે દરરોજ સેશુંન સાઈટ જનરેટ કરવામાં આવશે. અગાઉ સવારે 10 કલાકે જનરેટ કરવામાં આવતી હતી જે હવેથી સાંજે 05 વાગ્યે જનરેટ કરવામાં આવશે.

કોરોના ગાઇડલાઇન સાથે માર્કેટ યાર્ડ શરૂ કરવા મુખ્યમંત્રીને રજુઆત
કોરોના ગાઇડલાઇન સાથે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડ શરૂ કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીને લેખિત રજુઆત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડ વેપારી એસોસિએશનના પ્રમુખ અતુલભાઇ કમાણીએ પત્ર લખ્યો છે.

કોંગ્રેસના કોર્પોરેટરના ભાજપ પર પ્રહાર
રાજકોટના આરોગ્ય કેન્દ્ર પર વેક્સિન માટે ટોકનમાં રૂપિયા પડાવવા મામલે કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠિયાએ ભાજપના શાસકો પર આકરા પ્રહારો કર્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટમાં રેમડેસિવિર ઇન્જેક્શનનું કૌભાંડ આવ્યું હતું અને હવે વેક્સિનનું કૌભાંડ આવ્યું છે. યેનકેન પ્રકારે ભાજપના શાસકો આવા કૌભાંડીઓને છાવરી રહ્યાં છે.

રાજકોટમાં કુલ કેસની સંખ્યા 39185 પર પહોંચી
રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 39185 પર પહોંચી છે તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 2504 દર્દી સારવાર હેઠળ છે. આજે 436 દર્દી કોરોનામુક્ત થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. હાલ હોસ્પિટલમાં પણ સારવાર હેઠળ રહેલા દર્દીઓને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે છે.

રવિન્દ્ર જાડેજાએ વેક્સિન મૂકાવી લોકોને રસી લેવા અપીલ કરી.
રવિન્દ્ર જાડેજાએ વેક્સિન મૂકાવી લોકોને રસી લેવા અપીલ કરી.

રાજકોટમાં મ્યુકરમાઈકોસિસના રોજ નવા 50 કેસ દાખલ થાય એવી શક્યતા
રાજકોટ સિવિલ હોસ્પિટલના અધીક્ષકે જણાવ્યું હતું કે અલગ અલગ પ્રેઝેન્ટેશન આવ્યા હતા, જેમાં જોવા મળ્યું હતું કે દેશમાં મ્યુકરમાઈકોસિસના સૌથી વધુ કેસ ગુજરાતમાં નોંધાયા છે અને તેમાં પણ સૌથી વધુ કેસ રાજકોટમાં દાખલ થઈ રહ્યા છે. બેઠક ચાલી રહી હતી એ સ્થિતિએ રાજકોટમાં મ્યુકરમાઈકોસિસના 212 કેસ દાખલ હતા, હવે દરરોજ 50 નવા કેસ દાખલ થવાની શક્યતા છે. ગુજરાતમાં માત્ર બે જિલ્લા રાજકોટ અને અમદાવાદમાં જ મ્યુકરમાઈકોસિસના કેસ 3 આંકડામાં નોંધાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...