તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરમાં ત્રણ દિવસ પહેલા કરોડો રૂપિયાની છેતરપિંડીનો ભોગ બનેલા અનેક સામાન્ય લોકોની લાંબી લડત બાદ આખરે સમય ટ્રેડીંગ, સાંઇ સમય ટ્રેડીંગ અને આશિષ કો-ઓપરેટીવ સોસાયટી લીમીટેડના 3 સંચાલકોની પોલીસે ધરપકડ કરી હતી. આશિષ ક્રેડિટ કો.ઓપ.સોસાયટીના સંચાલકોએ 111 રોકાણકારના 4.73 કરોડ રૂપિયા ઓળવી ગયાનો મામલો પોલીસ દફ્તરે નોંધાયો હતો. પરંતુ પોલીસે તપાસ કરતાં આ કૌભાંડનો આંકડો 50 કરોડ સુધી પહોંચ્યો હતો. પોલીસે મુખ્ય સંચાલક સહિત ત્રણને ઝડપી લઇ તપાસ શરૂ કરી હતી. હવે રાજકોટ શહેર પોલીસ સમિશનરે આ કેસમાં SITની રચના કરી છે. જેમાં ડીસીપી, એસીપી અને ક્રાઇમ બ્રાન્ચના પીઆઇની ટીમ તપાસ કરશે. ક્રેડિટ સોસાયટી સાથે જોડાયેલા લોકોની મિલકત, થાપણદારોના રૂપિયા અને તેમાંથી કરેલા રોકાણ અંગેના હિસાબોની તપાસ કરશે.
ફરિયાદ પરથી આશિષ ક્રેડિટ-સમય ટ્રેડિંગના સંચાલકની ધરપકડ કરાઇ હતી
યુનિવર્સિટી પોલીસે એક રોકાણકાર જામનગર રોડ પરસાણાનગર- 4માં રામદેવપીર મંદિર પાસે રહેતાં અને પ્રાઇવેટ નોકરી-સફાઇ કામ કરતાં રાજેશભાઇ જીવરાજભાઈ વાઘેલાની ફરિયાદ પરથી આશિષ ક્રેડિટ-સમય ટ્રેડિંગના પ્રદિપ ખોડાભાઇ ડાવેરા, દિવ્યેશ અશોકભાઇ કાલાવડીયા અને હિતેષ મનસુખલાલ લુક્કા તથા તપાસમાં ખુલે તેની સામે IPC 406, 409, 420, 120 (B) તથા ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્સ્ટ્રેટ ઓફ ડિપોઝીટ એક્ટની કલમ 3 મુજબ ગુનો દાખલ કર્યો હતો. આ ગુનામાં તપાસને અંતે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી.
રોકાણકારોને જ એજન્ટો બનાવી રોકાણ કરાવવાનું ચાલુ કર્યુ હતું
પોલીસ તપાસમાં આરોપીઓની પૂછપરછ થતાં એવી વિગત ખુલી હતી કે મુખ્ય સુત્રધાર ગણાતો પ્રદીપ ડાવેરા 2017માં વલસાડથી રાજકોટ રહેવા આવ્યો હતો. પોતાની રીતે શેરબજાર ટ્રેડીંગનું કામ ચાલુ કર્યુ હતું. બાદ રોકણકારોનો સંપર્ક કરી સારૂ રિટર્ન આપવાની લાલચ આપી હતી. પ્રારંભે રોકાણકારોને રોકાણ પર સારૂ અને સમયસર રિટર્ન મળવા લાગતા લાભ મેળવનારા રોકાણકારોએ મોઢામોઢ વાતો કરતાં બીજા રોકાણકારો પણ પ્રદિપને મળવા માંડ્યા હતાં. રોકાણકારો વધવા લાગતાં આવા રોકાણકારોને જ એજન્ટો બનાવી એજન્ટો મારફત રોકાણ કરાવવાનું ચાલુ કર્યુ હતું.
રોકાણકારો વધુને વધુ રોકાણ કરવા લલચાવા માંડ્યા
દર મહિને એક લાખ રૂપિયાના રોકાણ પર રૂ.10 હજાર એમ કુલ 11 મહિને રૂપિયા આપતા અને રોકાણકારોના મૂળ રોકાણ પણ પરત આપવાની વાત કરતા રોકાણકારો વધુને વધુ રોકાણ કરવા લલચાવા માંડ્યા હતાં. એ પછી 150 ફુટ રિંગ રોડ, રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે આકૃતી બીજ હબમાં ઓફિસ નં. 201માં સમય ટ્રેડીંગથી પેઢી ચાલુ કરી હતી. બાદમાં જુલાઇ 2019માં 150 કુટ રિંગ રોડ શીતલપાર્ક પાસે આવેલી ધ સ્પાયર બિલ્ડીંગ પહેલો માળ 106 ખાતે આશીષ ક્રેડીટ કો-ઓપરેટીવ મલ્ટી સ્ટેટ સોસાયટી ચાલુ કરી હતી. આમ રોકાણકારોના રૂપિયા સમય ટ્રેડીંગ તથા સાંઇ સમય ટ્રેડીંગ તથા આશીષ ક્રેડીટ કો- ઓપરેટીવ સોસાયટી લીમીટેડમાં એજન્ટો મારફતે રોકાવ્યા હતા. બાદમાં રોકાણ પર ડિસેમ્બર 2019થી રિટર્ન આપવાનું બંધ કર્યુ હતું અને રોકાણકારોએ રોકેલા રૂપિયા પરત આપવાનું ચાલુ કર્યુ હતું.
હિતેશ લુક્કા અને દિવ્યેશ કાલાવડીયાને પાર્ટનર બનાવ્યા
પ્રદિપે જેટલા રોકાણકારોના નાણા પોતાને રોકાણ માટે મળ્યા એ તમામ રકમનું રોકાણ સેલિબ્રેશન કોમોડીટી તથા ટ્રેડબૂલ્સ ઇક્વીટી કોમોડીટી અને માસ્ટર કેપિટલમાં રોકાણ કર્યુ હતું. પ્રદિપે બાદમાં સમય ટ્રેડીંગ નામથી પેઢી 150 ફુટ રિંગ રોડ રૈયા ટેલીફોન એક્ષચેન્જ પાસે આકૃતી બીજ હબ બીજા માળે ઓફીસ નં.201માં ચાલુ કરી હતી. તેમા હિતેશ લુક્કા તથા દિવ્યેશ કાલાવડીયાને પાર્ટનરશીપ રાખી ડીડ કરી સમય ટ્રેડીંગ પેઢી ચાલુ કરી હતી. જેમા 90 ટકામાં પ્રદીપ ડાવેરા તથા 5 ટકામાં હિતેશ લુક્કા તથા 5 ટકામાં દિવ્યેશ કાલાવડીયા પાર્ટનરમાં હતા. આ બાબતે નોટરીરાઇઝ લખાણ કરાવ્યું હતું.
એજન્ટોને સારૂ એવુ કમિશન પણ મળતું હતું
મૂળ રકમ પરત ન આપી રોકાણ કરવામાં આવતું હતું. રોકાણકારોને વધુ નફો મળતો હોય જેથી પોતે તથા પોતાના સગાવહાલાના રૂપિયા તથા પર્સનલ લોન લઇ તેમજ નિવૃતિની મળેલી રકમનું પણ રોકાણ કરતા હતા. તેમજ કેટલાક રોકાણકારો પોતાનું રોકાણ વધ્યા રાખે તે માટે મળતું રિટર્ન તેમજ બીજી બચતના રૂપિયા પણ રોકાણમાં જોડી દેતાં હતાં. શરૂઆતમાં રોકાણ કરેલા લોકોને સારૂ રિટર્ન મળતું હોય જેથી અન્ય લોકોનો સંપર્ક કરી એજન્ટો તેને પ્રદીપ ડાવેરા પાસે રોકાણ કરાવવા સમજાવતાં હતા. આ રોકાણ પર એજન્ટોને સારૂ એવુ કમિશન પણ મળતું હતું. એજન્ટો પોતાના સમાજના લોકો તેમજ સગાવહાલાનો સંપર્ક કરતા અને વધુ રોકાણ કરાવી સારૂ એવું કમિશન મેળવતા હતા. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.