તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાયબર સાયબર:તબીબનું FB એકાઉન્ટ બનાવી મિત્રો પાસેથી પૈસાની મદદ માગી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સાયબર માફિયાએ તબીબનો ફોટો, તેના પરિવારજનોની તસવીરો મૂકી રિક્વેસ્ટ મોકલી મિત્રો બનાવ્યા બાદ પૈસા પડાવવાનો ખેલ કર્યો

સાયબર માફિયાઓ અવનવા ખેલ કરીને પૈસા પડાવવાનો પ્રયાસ કરે છે, આવો જ એક પ્રયાસ પડધરીના ડોક્ટરના નામે થયો હતો. પડધરીના તબીબનું ડમી ફેસબુક એકાઉન્ટ બનાવી તબીબના મિત્રો પાસેથી પૈસાની મદદ માગતા મેસેજ કર્યા હતા, જોકે તબીબને આર્થિક મદદની જરૂર પડે તેમ નહીં હોવાથી પરિચિત તેમના મિત્રોએ આ અંગે જાણ કરતાં જ તબીબે પોલીસમાં જાણ કરી હતી.

પડધરીમાં હોસ્પિટલ ધરાવતાં ડો.રજનીશ ઝાલાવડિયાએ જણાવ્યું હતું કે, તેમના સોશિયલ મીડિયાના પાંચેક મિત્રોએ ફોન કરીને જાણ કરી હતી કે તેમના નામે સોશિયલ મીડિયા પર મેસેજ આવ્યા છે અને આર્થિક મદદની અપીલ કરવામાં આવે છે. ડો.ઝાલાવડિયા આ વાતથી સતર્ક થયા હતા અને તેમણે તાકીદે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.

સાયબર માફિયાએ ડો.રજનીશ ઝાલાવડિયાના નામનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હતું અને તેમાં ડો.ઝાલાવડિયાનો ફોટો, તેમના પરિવારના સભ્યો અને હોસ્પિટલની તસવીર અપલોડ કરી હતી, તેમજ ડો.ઝાલાવડિયાના ઓરિજિનલ ફેસબુક એકાઉન્ટમાં રહેલા મિત્રોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી, તેમના પરિચિતોએ એ રિક્વેસ્ટ સ્વીકારી હતી, ત્યારબાદ સાયબર ગઠિયાઓએ શુક્રવારે બપોરે એ ફેક એકાઉન્ટ પર મેસેજ મૂક્યો હતો અને આર્થિક મદદ માગી હતી, રૂ.1 હજારથી લઇ વધુ રકમની માંગ કરી હતી અને બીજા દિવસે રકમ પરત કરી દેવાની ખાતરી આપી હતી, ફોન પે થી તાકીદે પૈસા આપવા અપીલ કરવામાં આવતી હતી.

ડો.ઝાલાવડિયા આર્થિક મદદ માગે નહીં તેમના નામે કોઇ છેતરપિંડીનો પ્રયાસ કરી રહ્યાનું લાગતા જ કેટલાક મિત્રોએ ડો.ઝાલાવડિયાને ફોનથી આ અંગે જાણ કરતાં ગઠિયાના કરતૂતનો ભાંડો ફૂટી ગયો હતો. ડો.ઝાલાવડિયાએ પોતાના સોશિયલ મીડિયા પર એક મેસેજ મુક્યો હતો અને તેના નામે પૈસાના ઉઘરાણાનો પ્રયાસ થઇ રહ્યો હોય કોઇએ તેમાં ફસાવવું નહીં તેવી જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...