ભાજપ ઉપાધ્યક્ષ માટે પાટીલ ‘સ્પીડબ્રેકર’:CRએ બોઘરાને સોઈ ઝાટકીને કહી દીધું- જસદણ માટે ટિકિટ માગવી નહીં, બોઘરાનો કાંટો કાઢતા બાવળિયાનો રસ્તો સાફ

રાજકોટ11 દિવસ પહેલાલેખક: જીગ્નેશ કોટેચા

રાજકોટ જિલ્લાની હાઈપ્રોફાઈલ સીટ તરીકે ગણાતી જસદણ બેઠક પર વર્ષોથી બોઘરા અને બાવળિયા વચ્ચે કોલ્ડ વોર ચાલી રહ્યું છે. ગુરુ-ચેલા તરીકે જાણીતી જોડીમાં ચેલા હવે ગુરુ પર ભારે પડી રહ્યા છે. પરંતુ તાજેતરમાં ગોંડલમાં પેજ સમિતિના સભ્યોના કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે કુંવરજી બાવળિયાની ફેવર કરી હતી અને બોઘરાને સોઈ ઝાટકીને કહી દીધું હતું કે, જસદણની ટિકિટ માગવી નહીં, આ વાત સાંભળીને ઉપસ્થિત સૌ કોઈ દંગ રહી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, પાટીલે સોઇ ઝાટકીને કહી દેતા કુંવરજી બાવળિયાનો રસ્તો ખુલ્લો થઈ ગયો છે અને જસદણ-વીંછિયા બેઠક પર તેમને ટિકિટ આપે તો નવાઈ નહીં.

પાટીલે ચોખ્ખું કહી દીધું, ટિકિટ વાંચ્છુએ ટોળાશાહીથી દૂર રહેવું
તાજેતરમાં વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લાની મુલાકાતે આવેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે ગોંડલ અને રાજકોટમાં બે દિવસ સુધી કાર્યકર્તાઓ અને ગ્રામ્ય વિસ્તારના વિવિધ અગ્રણીઓ સાથે મુલાકાત કરી હતી. જેમાં ગોંડલ યાર્ડ ખાતે પાટીલે પેજ સમિતિના સભ્યોની સભા લીધા બાદ જિલ્લાના અપેક્ષિત કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં પાટીલે જિલ્લાના કાર્યકર્તાઓને પેજ સમિતિ પર ભાર મૂકવા આદેશ કર્યો હતો. જોકે ટિકિટ ઇચ્છુક લોકોને સીધી રીતે જ ટકોર કરતા કહ્યું હતું કે, જે કાર્યકર્તા ટિકિટ ઇચ્છી રહ્યા છે તેવા લોકોએ ટોળાશાહી કે કોઇ રાજકીય લોબીથી દૂર રહેવું.

અન્ય સમાચારો પણ છે...