તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • CP Meets In Rajkot On Traffic Issue, Orders To Take Action Against Motorists Who Increase Noise Pollution By Riding Dhoom Bikes

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેઠક:રાજકોટમાં ટ્રાફિક પ્રશ્ને CPની મિટિંગ યોજાઇ, ધૂમ બાઈક ચલાવી અવાજનું પ્રદૂષણ વધારતા વાહનચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરવા આદેશ

રાજકોટ2 મહિનો પહેલા
ટ્રાફિક
  • નો પાર્કિંગ ઝોનમાં સાઇનબોર્ડ યોગ્ય રીતે લગાવવા CPએ સૂચના આપી

રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી મિટિંગમાં ટ્રાફિક નિયમન, જનજાગૃતિ અને અકસ્માત નિવારણ અર્થે કરવામાં આવેલી કામગીરી અંગે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે વિચાર વિમર્શ કરાયો હતો. CP દ્વારા જાહેર રસ્તા પરના દબાણો દૂર કરવા ટ્રાફિક પોલીસ તેમજ મહાનગરપાલિકાની સંયુક્ત ટીમ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવા નિર્દેશ કરાયો હતો. નો પાર્કિંગ ઝોનની જગ્યાએ યોગ્ય રીતે સાઈનબોર્ડ લગાવવા ખાસ સૂચના અપાઈ હતી. આ ઉપરાંત ધૂમ બાઈક સહિત અવાજનું પ્રદુષણ વધારતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા પણ આર.ટી.ઓ. તેમજ પોલીસ વિભાગને સૂચના આપી હતી.

કામગીરીની સમીક્ષા કરવામાં આવી- CP
રાજકોટ શહેર આસપાસના 36 જેટલા બ્લેકસ્પોટ પર વાહન અકસ્માત અટકાવવા ખાસ અભિયાન હાથ ધરાયું છે, સંલગ્ન વિભાગ દ્વારા જે તે સ્થળ પર જરૂરી સ્પીડ બ્રેકર, સ્પીડ બ્રેકર પટ્ટા, એલ.ઈ.ડી. લાઇટ લગાવવાની કામગીરી ચાલી રહી છે. હાલ અકસ્માતના પ્રમાણમાં ઘટાડો થયો હોવાનું CPએ જણાવ્યું હતું. તેમજ આ તમામ સ્પોટ પર બાકીની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા નેશનલ હાઇવે, ગ્રામ પંચાયત, મહાનગરપાલિકા સહિતના વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

વિવિધ કામગીરીની સમીક્ષા કરવામાં આવી
રાજકોટ શહેરમાં ટ્રાફિક નિયમન માટે સિગ્નલ ટાઈમિંગ, નો પાર્કિંગ ઝોન સહિત વિવિધ સાઈન બોર્ડ, પાર્કિંગ ઝોન સ્થળો સહિતના મુદ્દે કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ મિટિંગમાં ઝોન-1 DCP પ્રવિણકુમાર, ACP ટ્રાફિક પોલીસ ભરત ચાવડા, RTO અધિકારી લાઠીયા, મહાનગરપાલિકા, એસ.ટી. વિભાગ, હાઈવે ઓથોરિટી, GEB, માહિતી વિભાગ સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો