તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:50 કરોડના ફુલેકા પ્રકરણમાં SITની રચના કરતા CP

રાજકોટ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ક્રેડિટ સોસાયટીના ત્રણ સંચાલક રિમાન્ડ પર

શહેરમાં રોકાણકારોને ઊંચા વ્યાજની લાલચ આપી કરોડો રૂપિયા ઓળવી જઇ ફુલેકું ફેરવનાર મંડળીઓના કૌભાંડની ઘનિષ્ઠ તપાસ માટે સ્પે.ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. શહેરના અસંખ્ય રોકાણકારોની મરણમૂડી સમાન કરોડો રૂપિયા ઓળવી જનાર ત્રણ મંડળીઓના કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ થાય તે માટે અને આગામી દિવસોમાં આવા કૌભાંડો ન બને તેની તકેદારીના ભાગ રૂપે પોલીસ કમિશનરે શહેર પોલીસમાં નોંધાતા જીપીઆઇડી એક્ટ-2003 હેઠળના ગુનાઓ માટે સીટની રચના કરવામાં આવી છે. જેમાં ઝોન-2ના ડીસીપી એમ.એન. જાડેજા, પશ્ચિમ વિભાગના એસીપી પી.કે.દિયોરા, ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે.ગઢવીનો સમાવેશ કરાયો છે.

યુનિવર્સિટી રોડ પોલીસમાં નોંધાયેલા ગુનામાં પકડાયેલા આશિષ ક્રેડિટ સોસાયટીના પ્રદીપ ડાવેરા, દિવ્યેશ કાલાવડિયા અને હિતેષ લુક્કાની વિશેષ પૂછપરછ કરવા શનિવારે 14 દિવસના રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં અદાલતે ત્રિપુટીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરી પોલીસ હવાલે કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો