તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

દુખદ:હિરાસર એરપોર્ટ સાઈટ પર વિસ્ફોટ કરાતા ગાયનું મોત

રાજકોટ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિસ્ફોટકોની તીવ્રતા ઘટાડવા અને સાયરન માટે કડક સૂચના આપી છે : પ્રાંત અધિકારી ગોહિલ

રાજકોટ નજીક હિરાસર ગામે એરપોર્ટનું નિર્માણ થઈ રહ્યું અને કામ દરમિયાન ખોદકામ માટે વિસ્ફોટ કરાતા એક ગાયનું મોત થયાનું બહાર આવ્યું છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સાઈટ પર ખોદકામમાં પથ્થરો આવતા બ્લાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન એક ગાય કે જે છૂટી પડી હતી તે વિસ્ફોટની સાઈટ પર આવી ગઈ હતી આ દરમિયાન વિસ્ફોટ થતાં પથ્થર લાગવાની ગાયનું મોત થયું છે.

આ મામલાની જાણ થતા તુરંત જ સ્થળ મુલાકાત લેવાઈ હતી એજન્સીને સ્પષ્ટ સૂચના આપી દેવાઈ છે કે વિસ્ફોટકોની તીવ્રતા ઘટાડવામાં આવે તેમજ વિસ્ફોટ કરતા પહેલા સાયરનનો અવાજ વધારી દેવાય. આ ઉપરાંત સાઈટ પર વાહન ફેરવી જો ત્યાં કોઇ પશુ દેખાય તો કર્મચારીઓએ તેમને સુરક્ષિત સ્થળોએ ખસેડવાના પણ રહેશે. ગાય મામલે પણ ચર્ચા કરાઈ હતી અને સ્થળ પર માલિક પણ પહોંચી જતા એજન્સી અને ગાય માલિક વચ્ચે બેઠક થઈ હતી અને વળતર આપી દેવાયાનું જણાવ્યું છે. કેટલાક ગ્રામજનોએ ઘરમાં તિરાડ પડવાની પણ ફરિયાદ કરી હતી.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો