તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન ધીમું પડ્યું:રાજકોટમાં કોવિશિલ્ડ ખલાસ, કોવેક્સીનના 8500 ડોઝ : આજે રસી માટે લોકોને થશે ધક્કા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રવિવારે 52 સાઇટ પર 5836 લોકોનું વેક્સિનેશન, કોવેક્સિનના બીજો ડોઝ લેનારને પ્રથમ તક અપાશે

કોરોના વેક્સિનની રસી મુકાવવા માટે સરકારે મહાઅભિયાન શરૂ કર્યું પરંતુ પૂરતો સ્ટોક ન હોવાથી રાજકોટ મનપાની વેક્સિનેશન સાઇટ પરથી લોકોને પરત જવું પડે છે. રવિવારે સાંજ સુધી મનપા પાસે કોવિશિલ્ડનો જથ્થો મળ્યો ન હોવાથી સોમવારે કોવેક્સિનથી જ કામ ચલાવવું પડશે. આરોગ્ય વિભાગ પાસે કોવેક્સિનનો માત્ર 8500 ડોઝ છે તેથી કોવેક્સિનનો બીજા ડોઝ માટે આવતા લોકોને પ્રથમ તક આપવામાં આવશે. જો વેક્સિનનો જથ્થો નહીં મળે તો મનપાની વેક્સિનેશનની 62 સાઇટમાંથી અડધો અડધ સાઇટ બંધ રાખવી પડશે. રવિવારે 5836 લોકોનું વેક્સિનેશન થયું હતું.

રાજકોટ શહેર-જિલ્લામાં 9 પોઝિટિવ કેસ
રાજકોટ શહેર અને જિલ્લામાં રવિવારે 9 પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ શહેરમાં 8 પોઝિટિવ કેસ નોંધાયા હતા અને હાલ 142 એક્ટિવ કેસ છે. રાજકોટમાં અત્યાર સુધીમાં 43696 પોઝિટિવ કેસ નોંધાયા છે. આજના ડિસ્ચાર્જ 24 રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ ગ્રામ્ય વિસ્તારમાં રવિવારે 864 ટેસ્ટ કરવામાં આવ્યા હતા તેમાંથી માત્ર 1 વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રાજકોટ જિલ્લામાં હાલ 14 એક્ટિવ કેસ છે જેમાંથી 3 દર્દી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે, 9 ઘરે અને બે આરોગ્ય કેન્દ્ર પર સારવાર લે છે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 14894 પોઝિટિવ કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...