તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરિવારની હેરાનગતિમાં રાહત:રાજકોટમાં કોરોનાકાળમાં નોન કોવિડ વ્યક્તિના મૃતદેહના અંતિમસંસ્કારમાં સામાજિક સંસ્થા વ્હારે આવી, 15 દિવસમાં 100ના અંતિમસંસ્કાર કર્યા

રાજકોટ12 દિવસ પહેલા
નોન કોવિડ મૃતદેહના અંતિમસંસ્કારમાં સામાજિક સંસ્થા આગળ આવી.
  • સિંધી સમાજનું બંધ સ્મશાન ખોલી 15 દિવસથી નોન કોવિડના પાર્થિવદેહોના અંતિમસંસ્કાર કરવાનું શરૂ કર્યુ

કોરોનાની આ મહામારીમાં અનેક લોકો એકબીજાની મદદે આગળ આવી રહ્યાં છે. કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે અને સાથે જ લોકો મોતને ભેટી રહ્યાં છે. કોરોનાથી થતાં મોતનો આંકડો વધી રહ્યો છે જેને લઈને અંતિમસંસ્કાર માટે પણ લોકોએ સ્મશાનમાં વેઇટિંગમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે. આવી કપરી પરિસ્થિતિમાં જેમના કોરોનાથી મૃત્યુ નથી થયા તેમની અંતિમવિધિ માટે પરિજનોને ભારે હેરાન થવું પડે છે. ત્યારે રાજકોટની સેવાભાવી સંસ્થા બડા બજરંગ ફાઉન્ડેશન દ્વારા સેવા પરમો ધર્મના સૂત્ર સાથે સેવાકીય કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. 15 દિવસમાં 100ના અંતિમસંસ્કાર કરી સંસ્થા પરિવારજનોની મદદ કરી રહી છે.

બંધ સ્મશાન ખોલી 15 દિવસથી અંતિમસંસ્કાર કરાઇ છે
નોન કોવિડમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારે અંતિમસંસ્કાર માટે રાજકોટથી પણ દૂર ગામડે જવું પડતું હોવાથી લોકોને હેરાનગતિ થઈ રહી હતી. સાથે જ અંતિમસંસ્કાર માટે લાંબી લાઇનમાં ઊભા રહેવાનો વારો આવતો હતો. આથી જ રાજકોટની સેવાભાવી સંસ્થા બડા બજરંગ ફાઉન્ડેશન દ્વારા સેવા પરમો ધર્મના સૂત્ર સાથે સેવાકીય કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. બડા બજરંગ ફાઉન્ડેશન હંમેશા કપરી પરિસ્થિતીમાં લોકોની વ્હારે આવ્યું છે. ત્યારે હાલની કોરોનાની આ કપરી સ્થિતિમાં અંતિમસંસ્કાર માટે પણ વેઇટિંગમાં ઊભા રહેવું પડતું હોવાથી બડા બજરંગ ફાઉન્ડેશન દ્વારા શહેરના સિંધી સમાજ સ્મશાન ખાતે નોન કોવિડના પાર્થિવ દેહોને અંતિમસંસ્કાર કરવાનું શરૂ કર્યુ છે.

25 જેટલા કાર્યકરો અંતિમસંસ્કારની કામગીરી લાગ્યા.
25 જેટલા કાર્યકરો અંતિમસંસ્કારની કામગીરી લાગ્યા.

સંસ્થાના 25 કાર્યકરો દ્વારા કામગીરી
છેલ્લા 15 દિવસથી આ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. 7 વર્ષથી બંધ સિંધી સમાજ સ્મશાન નોન કોવિડના પાર્થિવ દેહોને અંતિમસંસ્કાર માટે ખોલવામાં આવ્યું છે. છેલ્લા 15 દિવસથી આ સ્મશાનમાં 100થી વધુ પાર્થિવદેહોના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે. બડા બજરંગ ફાઉન્ડેશનના 25 જેટલા કાર્યકરો દ્વારા આ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો