તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાગદડી મહંત આપઘાત કેસ:ડોક્ટર બાદ વકીલની ધરપકડ સામે હાઇકોર્ટનો 16 જુલાઈ સુધી સ્ટે, 8 જુલાઈએ પોલીસ નિવેદન આપવા હાજર થશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વકીલ રક્ષિત કલોલા. - Divya Bhaskar
વકીલ રક્ષિત કલોલા.
  • રક્ષિત કલોલાના વકીલે તેની સંડોવણી ન હોવાની કોર્ટમાં દલિલ કરી હતી

રાજકોટના મોરબી રોડ પર આવેલા કાગદડી ખોડિયાર આશ્રમના મહંત જયરામદાસબાપુએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. પરંતુ આપઘાતને કુદરતી મોતમાં ખપાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કેસમાં ડોક્ટર નિલેશ નિમાવત બાદ વકીલ રક્ષિત કલોલાને પણ હાઇકોર્ટે 16 જુલાઈ સુધી ધરપકડ સામે સ્ટે આપ્યો છે. આથી પોલીસ 16 જુલાઈ સુધી વકીલની ધરપકડ કરી શકશે નહીં. 8 જુલાઈએ વકીલ સામેથી પોલીસને નિવેદન આપવા હાજર થશે.

રક્ષિત કલોલાના વકીલે કોર્ટમાં કરેલી દલિલ
રક્ષિત કલોલાના વકીલે તેની સંડોવણી ન હોવાની કોર્ટમાં દલિલ કરી હતી. તેમજ દલિલમાં આ કેસમાં મારા અસીલનો કોઇ રોલ નથી, ઓરિજીનલ સ્યુસાઇડ નોટમાં મારા અસીલનું ક્યાંય પણ નામ નથી. પુરાવાનો નાશ ખાનગીમાં કર્યો નથી. જે પણ ઘટના બની તે 500 લોકોની હાજરીમાં બની છે. આથી રક્ષિત કલોલાએ કંઇ પણ છૂપાવ્યું નથી. પોલીસને સ્યુસાઈડ નોટ આશ્રમ પાસેથી મળી છે. આ તમામ દલિલને ગ્રાહ્ય રાખી હાઈકોર્ટે રક્ષિત કલોલાને 16 જુલાઈ સુધીનો સ્ટે આપ્યો છે. તેમજ 8 જુલાઈએ પોલીસ સમક્ષ નિવેદન નોંધાવવા હાજર થશે. રક્ષિત કલોલાને પણ પોલીસ 16 જુલાઈ સુધી ધરપકડ કરી શકશે નહીં.

મહંત જયરામદાસ બાપુએ 1 જૂને આપઘાત કર્યો હતો.
મહંત જયરામદાસ બાપુએ 1 જૂને આપઘાત કર્યો હતો.

સ્યુસાઈડ નોટ મળતા જ આખો ભાંડો ફૂટ્યો હતો
મહંતના રૂમમાંથી મળેલી સ્યુસાઇડ નોટ સામે આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ તપાસ દરમિયાન મહંતનું અવસાન બાદ તેઓનું પી.એમ. કરાવ્યા વગર ટ્રસ્ટીઓના કહેવા મુજબ ડેથ સર્ટિફિકેટ ડો.નિલેષ નિમાવતના કહેવાથી બનાવવામાં આવ્યું હોવાનું ખુલ્યું હતું. આથી પોલીસે પાછળથી કલમનો ઉમેરો કરી ડો.નિલેશ નિમાવત અને વકીલ રક્ષિત કલોલા વિરૂદ્ધ ખોટુ ડેથ સર્ટિફિકેટ બનાવવા આઈ.પી.સી. કલમ 465, 477, 120 (બી) મુજબનો ગુનો નોંધ્યો હતો.

કુલ હવે 3 ટ્રસ્ટીને પોલીસ શોધી રહી છે
રાજકોટ પોલીસ દ્વારા પાંચનો આરોપી તરીકે સમાવેશ કર્યો છે. જેમાં મહંતનો ભત્રીજો અને ટ્રસ્ટી અલ્પેશ, જમાઇ અને ટ્રસ્ટી હિતેશ જાદવ, ટ્રસ્ટી વિક્રમ સોહલા, દેવ હોસ્પિટલનો ડોક્ટર નિલેશ નિમાવત અને એડવોકેટ રક્ષિત કલોલાનો સમાવેશ થાય છે. આરોપી સામે ફરિયાદ દાખલ કરતાં અત્યારસુધી કુલ 3 ટ્રસ્ટી સહિત 5 આરોપી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે આશ્રમના ટ્રસ્ટી અને વ્યવસાયે એડવોકેટ રક્ષિત કલોલા અને બાપુના અનુયાયી ડોક્ટર નિલેશ નિમાવત સામે પુરાવા નાશ કરવા, કાવતરું રચવા અને બોગસ ડેથ સર્ટિફિકેટ બનાવવા આધારે IPC કલમ 120 (બી), 465, 477 અને 201 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી હિતેશ અને અલ્પેશ પોલીસ પકડથી દૂર.
આરોપી હિતેશ અને અલ્પેશ પોલીસ પકડથી દૂર.

ત્રણ આરોપી વિરૂદ્ધ 8 જૂનના રોજ ફરિયાદ નોંધાઇ હતી
આશ્રમના ટ્રસ્ટીઓને મહંતનું અવસાન કુદરતી રીતે થયેલું ન હોવાનું જણાતા 8 જૂનના રોજ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં આરોપી હિતેશ, અલ્પેશ અને વિક્રમ વિરૂદ્ધ આઈ.પી.સી. કલમ 304, 114 મુજબ ફરિયાદ નોંધાવી હતી. આ ત્રણેય આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે.

બનાવનો સમગ્ર ઘટનાક્રમ
- દોઢ વર્ષ પહેલાં મહંતનો મહિલા સાથે આપત્તિજનક વીડિયો ઉતારવામાં આવ્યો.
- આ દરમિયાન આરોપીઓએ મહંત પાસેથી રૂપિયા અને એક કાર પડાવી લીધી.
- 30 મેના રોજ સમાધાન બાબતે વિક્રમ ભરવાડે મહંતને માર માર્યો.
- 31 મેએ રાત્રે મહંત ગૌશાળામાંથી પશુને આપવાની દવાના ટીકડા ગળી ગયા.
- 1 જૂનના રોજ સવારે મહંતને હોસ્પિટલે ખસેડ્યા, હાર્ટ-અટેકથી મોત થયાનું બહાનું બનાવાયું.
- 2 જૂનના રોજ આશ્રમમાં જ અંતિમસંસ્કાર થયા.
- 3 જૂનના રોજ હરિદ્વારમાં અસ્થિવિસર્જન થયું.
- 6 જૂનના રોજ ટ્રસ્ટીઓ હરિદ્વારથી પરત ફર્યા ત્યારે મહંતના રૂમમાંથી સ્યુસાઈડ નોટ મળી.
- 8 જૂનના રોજ ટ્રસ્ટી રામજીભાઈ લીંબાસિયાએ કુવાડવા રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી.

અન્ય સમાચારો પણ છે...