તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોર્ટનો આદેશ:ઘરમાં ઘૂસી મહિલાને ગાળો ભાંડી ધમકી દેનાર DCBના જમાદાર સામે ગુનો નોંધવા કોર્ટનો હુકમ

રાજકોટ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • અમને દારૂની બાતમી મળી છે કહી બે વર્ષ પહેલા ખોટા કેસમાં ફિટ કરવાની ધમકી દીધી’તી
 • બનાવ બાદ બી ડિવિઝન પોલીસે ગુનો નહીં નોંધતા મામલો અદાલત સુધી પહોંચ્યો

શહેર પોલીસની ક્રાઇમ બ્રાંચ ફરી એક વખત ચર્ચામાં આવી છે. બે વર્ષ પહેલા સામાકાંઠા વિસ્તારમાં દારૂની બાતમી હોવાનું જણાવી ઘરમાં ઘૂસી મહિલા સાથે અભદ્ર વર્તન કરનાર બે જમાદાર પૈકી એક જમાદાર સામે ગુનો રજિસ્ટરે લેવા અદાલતે હુકમ કર્યો છે.

સામાકાંઠે રહેતા ચંદુ લક્ષ્મણભાઇ ટોપિયાના મકાનમાં ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતા જમાદાર મહેશ મંઢ અને નિશાંત નામના બે કર્મચારી તા.16-10-2019ની રાત્રીના અમને દારૂની બાતમી છે કહી ગેરકાયદેસર રીતે ઘરમાં ઘૂસ્યા હતા. આ સમયે મકાનમાં રહેલા ચંદુભાઇની પત્ની ગીતાએ ઘરમાં પતિ હાજર ન હોવાનું જણાવવા છતાં ઘરનો સામાન ઊથલપાથલ કરી નાખ્યો હતો. જેથી ગીતાબેને તમે વોરંટ કે હુકમ વગર ઘરમાં ઘૂસી ન શકો તેમ કહ્યું હતું. જેથી ઉશ્કેરાયેલા જમાદાર નિશાંતે તારા પતિને દારૂના ખોટા કેસમાં ફિટ કરવો છે, તેમ કહી ગાળો ભાંડી મોબાઇલ પડાવી લીધો હતો.

બાદમાં જમાદાર નિશાંતે ગીતાબેનના પેટમાં લાત મારી તારા પતિને ખોટા કેસમાં ફિટ ન થવા દેવો હોય તો 50 હજાર આપી દેની ધમકી આપી જતા રહ્યા હતા. બાદમાં ક્રાઇમ બ્રાંચના બંને કર્મચારીએ આચરેલા ગેરકાયદેસર કૃત્યના તમામ દૃશ્યો ઘરમાં લગાડેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હોય પુરાવાઓ સાથે બી ડિવિઝન પોલીસમથકમાં ફરિયાદ કરવા ગીતાબેન ગયા હતા, પરંતુ તે સમયના અધિકારીએ ફરિયાદ નોંધી ન હતી. જેથી ગીતાબેને એડવોકેટ સંજય એચ.પંડ્યા મારફત અદાલતમાં ફરિયાદ કરી સાક્ષીઓના લેખિત-મૌખિક પુરાવા તેમજ સીસીટીવી ફૂટેજ, સારવારના અભિપ્રાયો રજૂ કર્યા હતા.

અદાલતે પુરાવાઓને ધ્યાને લઇ પોલીસ કર્મચારીઓએ ઘરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી ગાળો ભાંડ્યાનું જાણવા મળ્યું છે. તેમજ બે પૈકી એક જમાદાર નિશાંતે કૃત્ય આચર્યાનું જણાઇ આવે છે. જેથી ફરિયાદપક્ષે પુરાવાઓ સાથે રજૂઆત કરતા 16મા એડિ.જ્યુ.મેજિસ્ટ્રેટે ક્રાઇમ બ્રાંચના જમાદાર નિશાંત સામે આઇપીસી 323, 504, ક્રિમિનલ પ્રોસિજરની કલમ 204 હેઠળ ગુનો રજિસ્ટરે લેવા હુકમ કરી આરોપી જમાદાર નિશાંતને કોર્ટમાં હાજર થવા આદેશ કર્યો છે.

શાપરમાં મહિલાની હત્યાનો પ્રયાસ, હુમલાખોર મહિલાની ધરપકડ
શાપર સર્વોદય હાઉસિંગ બોર્ડ ક્વાર્ટરમાં નીલુ કાળુભાઇ મકવાણા પર પાડોશી મુમતાઝ મયુદ્દીન નામની મહિલાએ કોયતાથી ખૂની હુમલો કરતા ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડાઇ છે. ઘવાયેલી નીલુને સારવાર માટે મુમતાઝનો પતિ હોસ્પિટલ લઇ આવ્યો હોય તેની પૂછપરછ કરી હતી. મયુદ્દીનના જણાવ્યા મુજબ, નીલુબેનના દસ્તાવેજો પરથી મોબાઇલની ખરીદી કરી હતી.

જે અંગે પોતે નીલુબેન અને તેના પુત્ર સાથે વાત કરતો હતો. તે સમયે પત્ની મુમતાઝ જોઇ જતા તે ઘરમાંથી કોયતો લઇને ધસી આવી કોયતાના ઘા ઝીંકી દીધા હતા. બનાવ બાદ પત્ની મુમતાઝ શાપર પોલીસમાં હાજર થઇ ગઇ હતી અને પોતે નીલુબેનને સારવાર માટે હોસ્પિટલ લઇ આવ્યાનું જણાવ્યું હતું. શાપર પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો