IRDA રેગ્યુલેશન્સની અવગણના ભારે પડી:રાજકોટમાં કોવિડ ક્લેમમાં વિમા કંપનીને 9% વ્યાજ સાથે વીમાધારકને ક્લેમ ચૂકવવા કોર્ટનો આદેશ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ ગિરધરલાલ અમરાણીયા દ્વારા પોતાની તથા પોતાના પરિવારની સુરક્ષા હેતુ ધી ન્યુ ઈન્ડિયા ઈન્સ્યુરન્સ કંપનીની મેડીક્લેમ પોલીસી લેવામા આવેલ હતી. દરમિયાન કોરોના બિમારી થતા સ્ટર્લિંગ હોસ્પિટલમા દાખલ થઇ સારવાર લીધી હતી. સારવાર દરમિયાન કુલ 2,84,501 નો ખર્ચ થયો હતો જેની સામે વિમા કંપનીએ પોલીસીની શરતોનુ ખોટું અર્થઘટન કરી રૂપિયા રૂપિયા 1,06,821ની ગેરકાયદેસર કપાત કરવામા આવતા વિમાધારક દ્વારા જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ફરિયાદ દાખલ કરવામા આવી હતી.

ચુકાદાઓના આધાર રજૂ કરવામાં આવ્યા
કેસ ચાલી જતા ફરિયાદી તરફે દાખલ કરવામા આવેલ ફરિયાદ, રજૂ કરવામાં આવેલ જેમાં દસ્તાવેજી પુરાવાઓ તેમજ ફરિયાદીના વકીલ તરફથી IRDA રેગ્યુલેશન્સ તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓના આધાર રજૂ કરવામાં આવ્યા હતા લેખિત દલીલ અને અસરકારક મૌખિક રજુઆત ધ્યાને લઈ પ્રમુખ પી. સી. રાવલ, સભ્યો એમ.એસ.ભટ્ટ તથા કે.પી.સચદેવની બેંચ દ્વારા ફરિયાદીએ દાખલ કરેલ ફરિયાદ માન્ય રાખી ગ્રાહક તરફે હુકમ કરતા ઠરાવવામા આવ્યો હતો.

રેગ્યુલેશનની અવગણના કંપની ન કરી શકે
જેમાં તેમણે જણાવ્યું હતું કે, કોરોના મહામારી સબંધે IRDA દ્વારા જાહેર કરવામા આવેલ રેગ્યુલેશનની અવગણના વિમા કંપની કરી શકે નહી. આમ છતા હાલના કેસમા વિમા કંપની દ્વારા જાણીજોઈને સક્ષમ ઓથોરીટી IRDA દ્વારા જાહેર કરવામા આવેલ કોરોના મહામારીને લગતા રેગ્યુલેશનનો ભંગ કરવામા આવેલ છે. માટે વિમા કંપનીએ આચરેલ કૃત્ય સેવામા ખામી સાબિત થાય છે.

30 દિવસમા ચૂકવી આપવા હુકમ
ઉલ્લેખનીય છે કે વિમા કંપનીએ દાખવેલ સેવામા ખામીને કારણે કપાત કરેલ રકમ રૂપિયા 1,06,821 નવા ટકા વ્યાજ સહિત તેમજ ફરિયાદ ખર્ચના રૂ.5 હજાર 30 દિવસમા વિમાધારકને ચૂકવી આપવા હુકમ કરાયો છે.