જૂનાગઢ:વંથલી નજીક કેશોદ હાઈ વે પર પ્રેમી યુગલની કુહાડીના ઘા ઝીંકી હત્યા કરાયાની આશંકા

જૂનાગઢ3 વર્ષ પહેલા
વંથલી નજીક કેશોદ હાઈવે પર બાઈક પર જતા પ્રેમલગ્ન કરનાર યુગલની હત્યા કરવામાં આવી હતી(ઈન્સેટમાં પ્રેમી યુગલની ફાઈલ તસવીર))
  • પ્રેમી યુગલે ચાર મહિના અગાઉ પ્રેમલ લગ્ન કર્યા હતા
  • પ્રેમી યુગલને આંતરીને હત્યા કરી હત્યાર ફરાર થયા

વંથલી નજીક કેશોદ હાઈ વે પર આવેલા પેટ્રોલ પંપ નજીક પ્રેમી યુગલની હત્યા કરવામાં આવી છે. હત્યારાઓએ પ્રેમી યુગલના બાઈક પર જૂનાગઢ તરફ જઈ રહ્યા હતા એ દરમિયાન રસ્તામાં આંતરીને કુહાડીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. હત્યા કર્યા બાદ હત્યારા ફરાર થઈ ગયા હતાં. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

ચારેક મહિના અગાઉ પ્રેમ લગ્ન કર્યાનું બહાર આવ્યું

વંથલી નજીક પ્રેમી યુગલની હત્યા થઈ છે. વંથલીના કેશોદ હાઇવે પર આવેલ પેટ્રોલપંપ નજીક સંજય રામસી રામ અને ધારાબેન સંજયભાઈ રામ નામના પ્રેમી યુગલ સ્પ્લેન્ડર પર જૂનાગઢ તરફ જતા હોય હત્યારાઓએ આંતરીને કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. પ્રેમી યુગલ માંગરોળ નજીકના દરસાલી ગામના હોવાનું અને ચારેક મહિના પહેલા પ્રેમ લગ્ન કર્યા હોવાનું સામે આવી રહ્યું છે. 

છોકરી ભાગ્યા બાદ પિતાએ આત્મ હત્યા કરી

પ્રેમ લગન્માં યુવતી કોળી જ્ઞાતિની હોવાનું કહેવાઈ રહ્યું છે. પ્રેમલગ્ન કર્યા બાદ યુવતીના પિતાએ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી અને યુવતીનો ભાઈ કુહાડી લઈને ફરતો હોવાનું કહેવાઈ રહ્યું છે. હત્યા સમયે એક મહિલા પણ યુવતીની સાથે હતી તે છોકરાની બહેન હોવાનું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...