રાજકોટ ન્યૂડ ડાન્સકાંડ:દિલ્હીના કપલે હોટલનો 608 નંબરનો રૂમ ઓનલાઈન બૂક કરાવ્યો હતો, પોલીસે સંપર્ક કરતા સ્પષ્ટ કહ્યું- અમારે કંઈ કરવું નથી

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગત શુક્રવારે યુવતીનો ન્યૂડ ડાન્સનો વીડિયો વાઇરલ થયો હતો. - Divya Bhaskar
ગત શુક્રવારે યુવતીનો ન્યૂડ ડાન્સનો વીડિયો વાઇરલ થયો હતો.
  • ટેક્નોસેવી રાજકોટ પોલીસ વીડિયો કોણે ઉતર્યો તેને શોધી શકતી નથી

રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર આવેલી હોટેલ ઈમ્પીરિયલ પેલેસના રૂમ નંબર 608માં યુવતીનો ન્યૂડ ડાન્સનો વીડિયો વાઇરલ થયા બાદ તેનું રહસ્ય હવે દિવસેને દિવસે વધુ ગુંચવાય રહ્યું છે. કદાચ રહસ્ય છૂપાવવા તેમજ સામે ન આવે તેવા પ્રયાસો પોલીસ કરી રહી હોવાની સંભાવના બળવતર બનતી જાય છે. આટલા દિવસોની તપાસ પછી પણ પોલીસને કોઈ ચોક્કસ માહિતી મળી નથી. હોટલમાં રોકાયેલા દિલ્હીના કપલે ઓનલાઈન હોટલનો 608 નંબરનો રૂમ બૂક કરાવ્યો હતો. પોલીસે તેનો સંપર્ક કરતા સ્પષ્ટ જણાવ્યું હતું કે, અમારે કંઈ કરવું નથી.

પોલીસે માત્ર ટેલિફોનિક પૂછપરછ કરી હતી
પોલીસ તપાસમાં વાઇરલ ન્યૂડ ડાન્સનો વીડિયો હોટલના રૂમ 608નો હોવાનું સામે આવ્યું છે. જેમાં આ દરમિયાન જે દિવસોનો વીડિયો હોવાનું જણાતું હતું તે દિવસોમાં એટલે કે સપ્ટેમ્બર મહિનાના અંતમાં તે રૂમમાં રોકાયેલા દિલ્હીના યુગલ વિશે માહિતી મેળવી હતી. જેમાં પોલીસે યુગલને ફોન કરતા તેમણે ઓનલાઇન રૂમ બુકિંગ કરાવ્યો હોવાનું અને અમારે કંઈ કરવું નથી તેવું જણાવ્યું હતું. પોલીસે માત્ર ટેલિફોનિક પૂછપરછ કરી હોવાથી વધુ કોઈ માહિતી મળી ન હતી.

યુવતીનો ન્યૂડ ડાન્સનો વીડિયો વાઇરલ થયો છે.
યુવતીનો ન્યૂડ ડાન્સનો વીડિયો વાઇરલ થયો છે.

રાજકોટ પોલીસ માત્ર કહેવા ખાતર ટેક્નોસેવી
હાલ વાઇરલ વીડિયો અંગે તપાસ એ ડિવિઝનને સોંપવામાં આવી છે. પરંતુ ક્રાઇમ બ્રાન્ચ અને એ ડિવીઝનના આંતરિક વિવાદમાં યોગ્ય તપાસમાં કંઇક વિલંબ થઇ રહ્યું છે. બીજી તરફ વાઇરલ વીડિયો કોણે અને ક્યાં સમયે ઉતાર્યો તે હજુ સુધી જાણી શકાયું નથી. જો પોલીસ ધારે તો વાઇરલ વીડિયો ઉતારનાર સુધી આસાનીથી પહોંચી શકે તેમ છે. પરંતુ ટેક્નોસેવી રાજકોટ પોલીસ આ વીડિયો ઉતારનારને શોધી ન શકતા એવું લાગી રહ્યું છે કે, રાજકોટ પોલીસ માત્ર કહેવા ખાતર ટેક્નોસેવી પોલીસ છે.

વીડિયો ઉતારનાર મળે તો સાચી હકીકત બહાર આવે શકે
ઉલ્લેખનીય છે કે, જો પોલીસને વીડિયો ઉતારનારનું નામ મળી જાય તો ખરેખર ક્યાં દિવસનો વીડિયો છે તે વિશે ચોક્કસ માહિતી મળે અને તેના આધારે ખરેખર હોટલના રૂમમાં તે દિવસે કોણ કોણ રોકાયું હતું, શેની પાર્ટી યોજાઈ હતી તે વિશે ચોક્કસ માહિતી મળી શકે તેમ છે.

ઇમ્પીરિયલ પેલેસ હોટલમાં દિલ્હીનું કપલ રોકાયું હતું.
ઇમ્પીરિયલ પેલેસ હોટલમાં દિલ્હીનું કપલ રોકાયું હતું.

પોલીસની તપાસ સામે સવાલ ઉઠ્યા
જોકે પોલીસ તપાસમાં મુખ્ય ત્રણ મુદા હતા અને ત્રણ પૈકી એક મુદ્દો એ છે કે વીડિયો કોણે અને ક્યારે ઉતારી વાઇરલ કર્યો હતો. પરંતુ વાઇરલ વીડિયોની ઘટનાને 4 દિવસ થયા છતાં પોલીસ વીડિયો ઉતારનાર કે વાઇરલ કરનાર સુધી પહોંચી શકી નથી. ઉલ્લેખનીય છે કે હાલ જે મુજબ તપાસ ચાલી રહી છે તે જોતા પોલીસની જ તપાસ સામે સવાલો ઉઠી રહ્યા છે અને ક્યાંકને ક્યાંક પોલીસ તપાસમાં ઢીલાશ દાખવતી હોવાનું સ્પષ્ટ થઇ રહ્યું છે.

વીડિયો ઉતારનારની શોધખોળ કરતી પોલીસ
હાલ વીડિયો ઉતારનારની શોધ કરી વીડિયો FSLમાં મોકલવા માટે કામગીરી કરવામાં આવશે. જો વીડિયો શુક્રવાર અથવા શનિવાર રાત્રિનો હોય તો દિલ્હીનું કપલ રોકાયું હોવાનું અને કોઈ પાર્ટી ન થઈ હોવાનું સ્પષ્ટ થઇ શકે છે. પરંતુ વીડિયો 23, 24, 25 કે 26 સપ્ટેમ્બર પહેલાનો હોય તો ફરી અલગ તપાસ કરવી પડે અને રેકોર્ડ તેમજ સીસીટીવી ફૂટેજ તપાસવા પડે.

પોલીસ તપાસ કરી રહી છે.
પોલીસ તપાસ કરી રહી છે.

પોલીસે ચાર દિવસના જ સીસીટીવી ફૂટેજ કેમ લીધા?
ત્યારે સવાલ એ છે કે, પોલીસ વીડિયો ઉતારનાર સુધી ક્યારે પહોંચશે અને વીડિયો ક્યારનો છે તે માટે FSLની મદદ લેવામાં આવશે તો આટલા સમય બાદ ફરી જરૂરિયાત ઉદભવે તો CCTV ફૂટેજનું બેકઅપ કેવી રીતે મેળવી શકશે? ઉલ્લેખનીય છે કે માત્ર 4 દિવસના સીસીટીવી ફૂટેજ કબ્જે કરી શા માટે સમગ્ર સપ્ટેમ્બર મહિનાના ફૂટેજ કબ્જે ન કર્યા? આ પણ સવાલ પોલીસની તપાસ સામે સીધી રીતે ઉઠી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...