તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરાહનીય:રાજકોટમાં રાજસ્થાની દંપતીએ સમરસમાં સારવાર લીધી, કહ્યું- આનાથી સારી સારવાર અમારી 78 વર્ષની જિંદગીમાં કોઇ પણ હોસ્પિટલમાં જોઇ નથી

રાજકોટ7 દિવસ પહેલા
રાજસ્થાની દંપતીએ છેલ્લું ઓપ્શન સિવિલ રાખ્યું હતું.
  • રાજસ્થાની દંપતીને કોરોના થતા છેલ્લા ઓપ્શન તરીકે સિવિલમાં દાખલ થયા હતા

‘અમારા મગજમાં સિવિલ અંગે એક એવી છાપ હતી કે ત્યાં માત્ર જરૂરિયાતમંદ લોકો સારવાર લેતા હોય છે અને સિવિલ હંમેશા લાસ્ટ ઓપશન હોવો જોઇએ. આ ઇમેજ સાથે મૂળ સિરસાના (રાજસ્થાન) અને રાજકોટને છેલ્લા 22 વર્ષથી કર્મભૂમિ બનાવી ચૂકેલા બિયાની દંપતીને કોરોના થયા બાદ છેલ્લા ઓપ્શન તરીકે સિવિલમાં દાખલ થવું પડ્યું હતું. સમરસ ખાતે 14 દિવસની સારવાર બાદ સિવિલ હોસ્પિટલ છેલ્લો નહીં પરંતુ પહેલો ઓપ્શન હોવો જોઈએ તેવી સિવિલની છાપ સાથે સ્વસ્થ થઈ ઘરે પાછા જતી વેળાએ દરેકે ખાનગી દવાખાનામાં સારવારના બદલે સિવિલ ખાતે સારવાર લેવી જોઈએ‘ તેવો રાજસ્થાની પરિવારે અનુરોધ કર્યો હતો.

ખાનગી હોસ્પિટલમાં બેડ મળવાની શક્યતા નહિવત હતી
78 વર્ષીય પવનભાઈ બિયાની આજી વસાહતમાં મશીન ટુલ્સના ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. ગત 15 એપ્રિલના રોજ તેઓ કોરોના પોઝિટિવ થયા હતા. બીજા દિવસે તેમના પત્ની અંજનાબેનને પણ કોરોના થયો હતો. ઓક્સિજન લેવલ ઘટતા ખાનગી હોસ્પિટલમાં બેડ મળવાની શક્યતા નહિવત હોવાનું માલુમ પડતા સિવિલમાં દાખલ થયા હતા. અહીંથી તેમને સારવાર અર્થે સમરસ કોવિડ હેલ્થ સેન્ટર ખાતે રીફર કરાયા હતા. જ્યા ડોક્ટર્સની ટીમ દ્વારા તેમની સઘન સારવાર ઉપરાંત વિવિધ પ્રવૃત્તિ કરાવવામાં આવતી. સારવારથી સંતુષ્ઠ પવનભાઈ જણાવે છે કે, મેં મારી જિંદગીમાં આટલી સારી સારવાર જોઈ નથી. સમગ્ર સ્ટાફ અમારો ખૂબ ખ્યાલ રાખતો. સરકારી તંત્ર દ્વારા સિસ્ટમેટિક કામગીરી અને પોઝિટિવ એપ્રોચથી અમે લોકો સાજા થયા છીએ.

હું મોતના મુખમાંથી બહાર નીકળી-અંજનાબેન
તેમના પત્ની અંજનાબેન રજા લેતી વેળાએ ખૂબ જ ભાવુક બની બધાનો આભાર માનતા જણાવ્યું હતું કે, મેરે પાસ શબ્દ નહિ હૈ, ઈન લોગોને જિસ તરહ પ્રેમ ભાવ સે સારવાર કી હૈ, ધન્યવાદ શબ છોટા હૈ ઈન લોકો કે લિયે” હું મોતના મુખમાંથી બહાર નીકળી છું. અહીં સુવિધાઓ, સ્ટાફની લાગણી, ફિઝયોથેરાપીસ્ટ, ડોક્ટર્સ બધાએ પરિવારની વિભાવના સાથે મદદરૂપ બની અમને નવું જીવન આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો